Not Set/ દિલ્હી દુર્ઘટના/ CM કેજરીવાલે મૃતકોનાં પરિવારજનોને 10-10 લાખ આપવાની કરી ઘોષણા

દેશની રાજધાનીમાં આજે એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થયા હોવાનુ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ઘટના રાણી ઝાંસી રોડ પર બની છે. અકસ્માત બાદ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દુ:ખ વ્યક્ત કર્યું છે. કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. દિલ્હીનાં મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં […]

Top Stories India

દેશની રાજધાનીમાં આજે એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થયા હોવાનુ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ઘટના રાણી ઝાંસી રોડ પર બની છે. અકસ્માત બાદ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દુ:ખ વ્યક્ત કર્યું છે. કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. દિલ્હીનાં મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દાખલ ઘાયલ લોકોની ખબર પુછી હતી.

કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે તે ખૂબ દુખદાયક સમાચાર છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ફાયરમેન પોતાનું શ્રેષ્ઠ કામ આપી રહ્યું છે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટના સ્થળે પરિસ્થિતિનો ઓબ્સર્વ કરી હતી. આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ આ મામલે મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપ્યો છે. આ સાથે અકસ્માતમાં મૃતકનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે તેવુ કહેવામાં આવી રહ્યુ છે. તેમજ મુખ્યમંત્રીએ કહ્યું કે ઘાયલોની સારવાર માટેનો ખર્ચ સરકાર ઉઠાવશે.

આ ઘટના બાદ દિલ્હી સરકારનાં મંત્રી ઇમરાન હુસેને કહ્યું કે, આ બહુ મોટી ઘટના છે, આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને જે પણ તેના માટે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના વિશે માહિતી આપતાં દિલ્હી પોલીસે કહ્યું કે ગૂંગળામણનાં કારણે ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે. આ આગ જ્યાં લાગી છે તે ચાર માળની ઇમારત છે, જેમાં ગૂંગળામણને કારણે લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે તેમાં ડઝનેક લોકો ઘાયલ થયાં હતાં. ઘાયલોને એનએનજેપી, હિન્દુ રાવ અને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ 50 લોકોને સુરક્ષિત બહાર કાઠવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. સવારે 5.22 વાગ્યે આગ લાગી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર રવાના કરવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસનાં ચીફ અતુલ ગર્ગ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 50 લોકોનો બચાવ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.