Not Set/ દિલ્હી/ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ઓફિસમાં લાગી આગ, ગંભીર સવાલ- શું આ આગ લાગે છે કે પછી…

રાજધાની દિલ્હીમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. સિવિલ લાઇન્સ વિસ્તારમાં સ્થિત ટ્રાન્સપોર્ટ વિભાગની ઓફિસમાં આગ લાગી હતી, જેના કારણે ત્યા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં ફાયર બ્રિગેડનાં 8 વાહન સ્થળ પર પહોંચી ગયા હતા. નવીનતમ માહિતી મળે ત્યાં સુધી આગને કાબૂમાં લેવામાં આવી છે. જોકે હજુ સુધી આગનાં કારણો જાણવા મળ્યા […]

Top Stories India

રાજધાની દિલ્હીમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. સિવિલ લાઇન્સ વિસ્તારમાં સ્થિત ટ્રાન્સપોર્ટ વિભાગની ઓફિસમાં આગ લાગી હતી, જેના કારણે ત્યા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં ફાયર બ્રિગેડનાં 8 વાહન સ્થળ પર પહોંચી ગયા હતા. નવીનતમ માહિતી મળે ત્યાં સુધી આગને કાબૂમાં લેવામાં આવી છે. જોકે હજુ સુધી આગનાં કારણો જાણવા મળ્યા નથી.

Image result for delhi fire

હાલનાં સમયમાં દિલ્હીમાં આગની અનેકો ઘટનાઓ બની છે. થોડા દિવસો પહેલા પટપડગંજ વિસ્તારમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા. આગ પટપડગંજ ઔદ્યોગિક વિસ્તારમાં લાગી હતી, જ્યારે ફાયર બ્રિગેડનાં 32 વાહનો આગને કાબૂમાં લેવા સ્થળ પર પહોંચ્યા હતા. ઘણી મહેનત બાદ આ આગ પર કાબૂ મેળવી શકવામાં ફાયર બ્રિગેડનાં કર્મીઓ સફળ રહ્યા હતા.

Image result for delhi fire

અગાઉ, માયાપુરી ફેઝ 2 નાં હરીનગરમાં જૂતાની ફેક્ટરીમાં ભારે આગ લાગી હતી. ત્યારે ફાયર બ્રિગેડનાં 20 વાહનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી. જ્યારે 2 જાન્યુઆરીએ પીરાગઢી વિસ્તારમાં આવેલી ઓકાયા બેટરી ફેક્ટરીમાં ભારે આગ લાગી હતી. સવારે 4.30 વાગ્યે 35 ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબૂમાં લેવામાં રોકાયેલી હતી અને ઘણા કલાકોની મહેનત બાદ આગને કાબૂમાં કરી શકાઇ હતી. આ અકસ્માતમાં 13 ફાયરમેન સહિત 14 લોકો ઘાયલ થયા છે.

આપને જણાવી દઇએ કે ગયા મહિને 24 ડિસેમ્બરે દિલ્હીનાં નરેલા વિસ્તારમાં જૂતાની ફેક્ટરીમાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે ભારે આગ લાગી હતી. આ પહેલા 7 ડિસેમ્બરનાં રોજ દિલ્હીના રાણી ઝાંસી રોડ પરના અનાજનાં માર્કેટમાં ભારે આગ લાગી હતી. આ ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હતા. શોર્ટ સર્કિટ અનાજના માર્કેટમાં લાગેલી આગનું કારણ હોવાનું જણાવાયું હતું.

Image result for delhi fire

દિલ્હીમાં થોડા દિવસોમાં બનેલી આગની આટલી બધી ઘટના બાદ તે સવાલ ઉભો થાય છે કે શું દિલ્હીમાં આગ ભૂલ-ચૂકથી લાગે છે કે તેની પાછળ કોઇ અન્ય કારણ જવાબદાર છે. આપ ઉપર દર્શાવવામાં આવેલી ઘટનાઓ જોઇ શકો છો અને તેના પરથી તે સમજી શકાય છે કે રાજધાની દિલ્હીમાં કોઇ પણ વિસ્તારમાં આગ લાગવી જાણે હવે એક સામાન્ય બાબત બની ગઇ છે. શું આ ઘટનાઓ આગળ નહી થાય કે પછી તે જોવાનું રહેશે કે હવે કયા વિસ્તારમાં આગ લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.