India Weather/ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ, વાહનવ્યવહાર પર થઈ માઠી અસર

દિલ્હી બે કલાક સુધી ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું રહ્યું.

Top Stories India

India Weather News: શુક્રવારે સાંજથી દિલ્હી અને યુપીમાં ગાઢ ધુમ્મસ (Fog) છવાઈ રહ્યું છે. પહાડી વિસ્તારોમાં જ્યાં બરફવર્ષા બંધ થઈ ગઈ છે અને બપોર બાદ સૂર્ય ચમકી રહ્યો છે ત્યાં રાહત છે. મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ છે. તેની અસર હવાઈ, રેલ અને રોડ ટ્રાફિક પર પણ પડી રહી છે.

શુક્રવારે સવારે દિલ્હી બે કલાક સુધી ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું રહ્યું. જેના કારણે IGI એરપોર્ટ પર 100થી વધુ ફ્લાઈટને અસર થઈ હતી. બીજી તરફ શ્રીનગર એરપોર્ટ પણ બપોર સુધી અટવાયું હતું અને અમૃતસર એરપોર્ટ પર ત્રણ ફ્લાઈટ રદ કરવી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે પણ મેદાની વિસ્તારોમાં ધુમ્મસની અસર રહેશે. ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટીને શૂન્ય થઈ ગઈ છે. શુક્રવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઠંડીમાં થયો ઘટાડો, ધુમ્મસભર્યા વાદળો જોવા મળ્યાં

આ પણ વાંચો:ઠંડા પવનો ફૂંકાયા, તાપમાનમાં સતત ઘટાડો

આ પણ વાંચો:ટૂંક સમયમાં શરૂ થશે ધ્રુજાવી દેતી ઠંડી, આગામી સપ્તાહ કેવું રહેશે તાપમાન