ગુજરાતમાં એક તરફ LRDનું કોકડું ગુંચવાળે ચડ્યું છે, તો બીજી તરફ સાઇડ લાનઇ થઇ ગયેલા નેતાઓ ફરી લાઇમ લાઇટમાં આવવા LRDને સીડી બનાવતા જોવામાં આવી રહ્યા છે. ત્રીજી તરફ જગત જમાદાર(અમેરીકી પ્રમુખ)નું ભારત અને ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદમાં આગમન માથે ગાજી રહ્યું છે. સરકાર તમામ મોરચો લડતી જોવામાં આવી રહી છે. નેતાઓની બેઠકોનાં ધમધમાટ શરુ છે, નેતાઓ એક બીજાને ખો આપતા પણ દેખાઇ રહ્યા છે અને બરાબર મોકો જોઇને કોંગ્રેસ-વિપક્ષનાં નેતાએ પણ ચોકા મારવાનું ચાલુ કર્યુ હોય, તેવી રીતે ટ્વીટર બાણ છોડવામાં આવ્યું છે.
જી હા, કોંગ્રેસનાં નેતા પરેશ ધાનાણી દ્વારા “”વિનાશક દીવાલ”” નાં શિર્ષક સાથે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. ટ્વીટમાં ધાનાણી દ્વારા દિવાલાવલી મુકી સરકારને આડેહાથ લેવામાં ધર્મવાદની દીવાલ, કોમવાદની દીવાલ, પ્રાંતવાદની દીવાલ, વર્ણવાદની દીવાલ, વર્ગવાદની દીવાલ ,મૂડીવાદની દીવાલ, ભાષાવાદની દીવાલ બાદ કઇ દિવાલ તેવું માર્મિક રીતે કહેતા ધાનાણી એ લખ્યું છે કે, હવે વેરઝેર અને વ્હાલા-દવલાની દીવાલ ચણનારી સરકાર દ્વારા અમીરોને આવકારવા માટે ગરીબી ઉપર પડદો પાડવાનો પ્રયાસ શુ કામે થઈ રહ્યો છે.? જય જય ગરવી ગુજરાત……..
""વિનાશક દીવાલ""
ધર્મવાદની દીવાલ
કોમવાદની દીવાલ
પ્રાંતવાદની દીવાલ
વર્ણવાદની દીવાલ
વર્ગવાદની દીવાલ
મૂડીવાદની દીવાલ
ભાષાવાદની દીવાલહવે વેરઝેર અને વ્હાલા-દવલાની દીવાલ ચણનારી
સરકાર દ્વારા અમીરોને આવકારવા માટે ગરીબી
ઉપર પડદો પાડવાનો પ્રયાસ શુ કામે થઈ રહ્યો છે.?જય જય ગરવી ગુજરાત pic.twitter.com/OlPNVLxLGD
— Paresh Dhanani (@paresh_dhanani) February 14, 2020
પરેશ ધાનાણી દ્વારા ટ્રમ્પ-મોદીનાં વેલકમ રુટ પર આડે આવતી સામાન્ય અને કાચા મકાનોની વસાહતને રોતો રાત દિવલ ઉભી કરી અમદાવાદ મહનગરપાલીકા દ્વારા ઢાંકી દેવામાં આવી છે તેના પર પ્રહાર કરતા કહેવામાં આવ્યું છે કે “હવે વેરઝેર અને વ્હાલા-દવલાની દીવાલ ચણનારી સરકાર દ્વારા અમીરોને આવકારવા માટે ગરીબી ઉપર પડદો પાડવાનો પ્રયાસ શુ કામે થઈ રહ્યો છે.?”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
