રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વિદેશ મંત્રાલયને કરી અપીલ, કહ્યું- ભારતે આ મુદ્દો બાંગ્લાદેશ સાથે મજબૂતીથી ઉઠાવવાની જરૂર છે. ઈસ્કોન ઈન્ડિયાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે હોળીની પૂર્વ સંધ્યાએ બાંગ્લાદેશના ઢાકામાં ઈસ્કોન મંદિરમાં તોડફોડની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. દાસે ટ્વિટર પર લખ્યું કે ડોલ યાત્રા અને હોળીની ઉજવણીની પૂર્વ સંધ્યાએ આ એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.
તેમણે લખ્યું, “અમને આશ્ચર્ય થાય છે કે હજારો લાચાર બાંગ્લાદેશી અને પાકિસ્તાની લઘુમતીઓની વેદના પર સંયુક્ત રાષ્ટ્ર મૌન છે. આટલા હિંદુ લઘુમતીઓએ પોતાનો જીવ, સંપત્તિ ગુમાવી દીધી છે, પરંતુ અફસોસ, સંયુક્ત રાષ્ટ્ર મૌન છે.
It's very very unfortunate incident on the eve of Dol Yatra & Holi celebrations. Just few days ago, United Nations passed a resolution declaring 15th March as International day to combat Islamophobia. We are surprised that same United Nations…..1/3 https://t.co/aMci2GdQdv
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) March 18, 2022
તેમણે લખ્યું છે કે થોડા દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્રે ઈસ્લામોફોબિયા સામે લડવા માટે 15 માર્ચને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. આપણને નવાઈ લાગે છે કે એ જ યુએન હજારો લાચાર બાંગ્લાદેશી અને પાકિસ્તાની લઘુમતીઓની વેદના પર મૌન છે. તેણે એમ પણ લખ્યું કે TheKashmirFilesએ હિંદુઓને જગાડ્યા છે, ફરી ઊંઘશો નહીં.
બીજી તરફ, રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારતીય વિદેશ મંત્રાલયને આ મુદ્દાને બાંગ્લાદેશ સાથે મજબૂતીથી ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતી અને પૂજા સ્થાનો પ્રત્યે આ વધી રહેલી અસહિષ્ણુતા શરમજનક છે.
Requesting @MEAIndia to take this up strongly with Bangladesh. This growing intolerance towards Hindu minority and places of worship is shameful. https://t.co/kzfVO5YFIQ
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) March 18, 2022
જણાવી દઈએ કે ગુરુવારે ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટમાં આવેલા ઈસ્કોન રાધાકાંતા મંદિરમાં 200 થી વધુ લોકોએ હુમલો કર્યો, તોડફોડ કરી અને લૂંટ કરી. અહેવાલો અનુસાર, હુમલામાં સુમંત્ર ચંદ્ર શ્રવણ, નિહાર હલદર, રાજીવ ભદ્ર સહિત ઘણા લોકો ઘાયલ થયા છે. ટોળાનું નેતૃત્વ હાજી શફીઉલ્લાહ કરી રહ્યા હતા.
World/ અફઘાનિસ્તાનમાં તાલિબાનના આ ફરમાનથી ટીવી સેટ બની ગયા ડબ્બા
