Kutch News/ મુંદ્રા પોર્ટ પર 14 કરોડના ડીઝલનો જથ્થો ઝડપાયો, DRIની મોટી કાર્યવાહી

DRIએ તાત્કાલિક 124થી વધુ કન્ટેનરો રોકી દીધા અને તેમાંથી સેમ્પલ લઈ વડોદરા સ્થિત લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા. કન્ટેનરોના બિલ ઓફ લેડિંગમાં કાર્ગોને હેવી એરોમેટિક ઓઈલ તરીકે દર્શાવવામાં આવ્યું હતું

Top Stories Gujarat Breaking News

Kutch news:ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) મુંબઈ દ્વારા મુંદ્રા (Mumbai) પોર્ટ ખાતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં દુબઈથી આવેલા 124થી વધુ કન્ટેનરોમાંથી 2359 મેટ્રિક ટન ડીઝલનો જથ્થો ઝડપાયો છે. આ જથ્થાની અંદાજિત કિંમત 14 કરોડ રૂપિયા છે. આ ઘટનાએ દાણચોરીના નેટવર્કમાં ફફડાટ ફેલાવ્યો છે, અને DRIએ આયાતકાર કંપનીના એક ડાયરેક્ટરની ધરપકડ કરી છે.

માહિતી અનુસાર DRI મુંબઈને ગુપ્ત માહિતી મળી હતી કે દુબઈથી મુંદ્રા પોર્ટ પર આવેલા કન્ટેનરોમાં ગેરકાયદેસર રીતે ડીઝલની આયાત કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે DRIએ તાત્કાલિક 124થી વધુ કન્ટેનરો રોકી દીધા અને તેમાંથી સેમ્પલ લઈ વડોદરા સ્થિત લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા. કન્ટેનરોના બિલ ઓફ લેડિંગમાં કાર્ગોને હેવી એરોમેટિક ઓઈલ તરીકે દર્શાવવામાં આવ્યું હતું, જેના પર ઓછી કસ્ટમ ડ્યુટી લાગે છે. જોકે, લેબોરેટરી રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ જથ્થો હેવી એરોમેટિક ઓઈલ નહીં, પરંતુ ડીઝલ છે, જેના પર વધુ કસ્ટમ ડ્યુટી લાગુ પડે છે.

આ ખુલાસા બાદ DRIએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને કંડલા કાસેઝ ખાતે આવેલી એક યુનિટ ધરાવતી આયાતકાર કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરી. આ ઘટનાએ દાણચોરીના નેટવર્કના મોટા ખેલનો પર્દાફાશ કર્યો છે, જેમાં ખોટી ડિક્લેરેશન દ્વારા કસ્ટમ ડ્યુટીની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ડીઝલની આયાત પર ભારતમાં ઊંચી કસ્ટમ ડ્યુટી લાગુ પડે છે, જ્યારે હેવી એરોમેટિક ઓઈલ જેવા ઉત્પાદનો પર નીચી ડ્યુટી લાગે છે. આયાતકારોએ આ તફાવતનો લાભ લેવા માટે ડીઝલને હેવી એરોમેટિક ઓઈલ તરીકે ડિક્લેર કરીને સરકારને લાખો રૂપિયાની ચૂનો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. 2359 મેટ્રિક ટન ડીઝલના આ જથ્થાની બજાર કિંમત આશરે 14 કરોડ રૂપિયા છે, જેના પર લાગુ થતી કસ્ટમ ડ્યુટી અને દંડની રકમ આ રકમથી પણ વધુ હોઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:મુંદ્રા પોર્ટ કેસઃ સ્પેશ્યલ NIA કોર્ટે સાતેય આરોપીને છોડવા ઇન્કાર કર્યો

આ પણ વાંચો:અદાણીના મુંદ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મૂવમેન્ટને હેન્ડલ કરી

આ પણ વાંચો:યુવાધનને બરબાદ કરતું ડ્રગ ફક્ત મુંદ્રા પોર્ટ પર જ મળી આવે છે : રાહુલ ગાંધી