Not Set/ દિલીપકુમારને હોસ્પિટલમાં કરાયા દાખલ, પત્ની સાયરા બાનુ જણાવી કેવી છે તબિયત

દિગ્ગજ અભિનેતા દિલીપકુમારને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને રવિવારે જ તેમને રજા આપવામાં આવશે.

Trending Entertainment

દિગ્ગજ અભિનેતા દિલીપકુમારને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને રવિવારે જ તેમને રજા આપવામાં આવશે. તેમની પત્ની અને દિગ્ગજ અભિનેત્રી સાયરા બાનુએ રવિવારે આ માહિતી આપી હતી.

સાયરા બાનુએ જણાવ્યું હતું કે- 98 વર્ષીય અભિનેતાને શુક્રવારે બપોરે ઉપનગર ખારની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે ‘પીટીઆઈ-ભાષા’ ને કહ્યું, “ડોકટરોની ટીમે તમામ તપાસ કરી હતી અને સાહબ (કુમાર) ઠીક છે.” તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. અમને તમારી પ્રાર્થનાની જરૂર છે. “

અભિનેતાના પરિવારના મિત્ર ફૈઝલ ફારૂકીએ જણાવ્યું હતું કે કુમારને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફારૂકીએ પીટીઆઈ-ભાશાને કહ્યું, ‘તેમને નિયમિત ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ચિંતા કરવાની કંઈ વાત નથી. આ એક રૂટિન ચેકઅપ છે જે તેમની ઉંમરને લીધે સમય-સમય પર કરવુ પડે છે. તે ઠીક છે. “

ગત વર્ષે 11 ડિસેમ્બરે દિલીપ કુમાર 98 વર્ષના થયા. આ પ્રસંગે બોલિવૂડના ઘણા દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી.

જણાવી દઈએ કે ગયા વર્ષે દિલીપકુમાર અને સાયરા બાનુએ 11 ઓક્ટોબરના રોજ તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી પણ કરી નહોતી, કારણ કે દિલીપ સાહેબે તેના બે નાના ભાઈઓ, એહસાન ખાન અને અસલમ ખાનને કોરોના વાયરસના કારણે ગુમાવ્યા હતા.