Krala News: કેરળ (Keral) માં સ્વતંત્રતા દિવસ (Independence Day) પર અદભૂત ઘટના બની. કેરળ (Keral)માં ધ્વજ ફરકાવવાનો એક અનોખ વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા (Social Media)માં આ વીડિયો (Video)ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં દેખાય છે કે કેરળમાં એક સ્થાન છે જ્યાં નાળિયેરના વૃક્ષની વચ્ચે લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે. જયારે આ સમારોહમાં ધ્વજ ફરકાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે અદભૂત પ્રસંગ બન્યો.
Bird unfurls stuck flag in Kerala, video goes #viral. 🇮🇳 pic.twitter.com/N1LhIYTq7g
— The Indian Index (@Indian_Index) August 16, 2024
કેરળમાં આ સ્થાન પર ભેગા થયેલા લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા હતા. દરમ્યાન જ્યારે ધ્વજારોહણ કરવામાં આવતું હતું ત્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ ધ્વજધ્વજની ટોચ પર ફસાઈ ગયો. આ સ્થાન પર ભેગા થયેલા લોકો ધ્વજ ફરકાવવાની આ સમસ્યાનો કોઈ ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે એક પક્ષી ક્યાંયથી અંદર આવ્યું અને ધ્વજ ફરકાવવામાં સફળ થયું. આ નજારો જોઈ હાજર રહેલા તમામ દર્શકોને આશ્ચર્ય સાથે વધુ આનંદ થયો. ત્યારપછી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે અને લોકો સ્વતંત્રતા દિવસે બનેલ આ ઘટનાને ઇશ્વરીય સંકેત માનવા લાગ્યા છે.
સોશિયલ મીડિયામાં આ વીડિયો પર યૂઝર્સ પ્રતિક્રિયા આપતા લખે છે કે આજે જ્યારે લોકોમાં રાષ્ટ્રભાવના ક્ષીણ થવા લાગી છે ત્યારે ભારતના આ પક્ષીએ લોકોને તેનું ભાન કરાવ્યું છે. એક યુઝર્સ લખે છે કે જે માણસો અને કહેવાતા રાષ્ટ્રભક્તો ના કરી શક્યા આખરે તે એક સામાન્ય કહેવાતા પક્ષીએ કરી બતાવ્યું. મહત્વનું છે કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય તહેવારના આ દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે. દિલ્હીના લાલ કિલ્લાથી લઈને સામાન્ય સોસાયટીઓમાં પણ ધ્વજારોહણ કરવામાં આવે છે. સોસાયટીઓમાં ધ્વજવંદનને લઈને પ્રોગ્રામ થાય છે. કેરળમાં આવા જ એક પ્રોગ્રામમાં ધ્વજવંદન દરમ્યાન આ ઘટના બનવા પામી. આ ઘટના બતાવે છે કે ભારતના લોકો તો શું પશુ-પક્ષીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના છે.
આ પણ વાંચો:પ્રેમિકાની હત્યા કર્યા બાદ લાશને ખીણમાં ફેંકી દીધી, પછી નદીમાં કૂદીને આત્મહત્યા કરી
આ પણ વાંચો: મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં CBIએ શરૂ કરી તપાસ, પૂછપરછ માટે આરોપીની લઈ ગઈ ઓફિસ
આ પણ વાંચો:કોલકાતા મહિલા ડોક્ટર કેસમાં આવતીકાલથી ત્રણ દિવસની હડતાળ