@ રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ
ભારતમાં ઘણા બધા કાયદા હાલ અમલમાં છે. જેવા કે લેબર એક્ટ , ચિલ્ડ્રન પ્રોટેક્શન એક્ટ , હ્યુમન રાઇટ્સ એક્ટ , ફેમિલી ડિસ્પ્યુટ એક્ટ , લેન્ડ ડિસ્પ્યુટ એક્ટ વગેરે. તેમાંથી એક કાયદો એવો પણ છે કે જેના વિશે આપણે અખબારોમાં કે પછી કોઈ જગ્યાએ વાંચ્યું કે સાંભળ્યું પણ હશે પણ તેના વિશે વિગતવાર ચર્ચા ક્યારેય નહિ કરી હોય.
એન.ડી.પી.એસ એક્ટ કાયદા વિશે ઘણા લોકોને ખ્યાલ નહિ હોય કે આ કાયદામાં ક્યાં ક્યાં ગુનાઓનું સમાવેશ કરવામાં આવે છે. ગુનાઓની અંદર સજાનું ધોરણ કેટલું હોય છે. તેવી તમામ બાબતો અંગેની માહિતી આજે આ લેખના આધારે આપવામાં આવશે.
મિત્રો, આપણે અખબારોમાં વાંચતા હોઈએ છીએ કે આ જગ્યાએ થી ગાંજો પકડાયો , પહેલી જગ્યાએ થી ચરસ પકડાયો. આવા ગુના જયારે સામે આવે છે ત્યારે પોલીસ ક્યાં ગુના હેઠળ અને કંઈ કલમ હેઠળ આરોપીઓની સામે કાર્યવાહી કરે છે.તે અંગે અમે આપને માહિતી આપીશું.
એનડીપીએસ એક્ટની રચના અને તેનું અમલ વર્ષ – 1985માં કરવામાં આવ્યું હતું. આ કાયદો સમગ્ર ભારતમાં અમલી છે. તેનું FULL FORM – નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયક્રોટીક્સ સબસ્ટેન્સ એક્ટ થાય છે.
NDPS એક્ટની રચના એટલા માટે કરવામાં આવી છે કે છેલ્લા 30 વર્ષથી ભારતમાં નશાના વેપારમાં ઘરખમ વધારો થતો જઈ રહ્યો છે. દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂ કરતા પણ વધારે નશીલા પદાર્થ હવે ભારતમાં વેચાતા થઇ ગયા છે. ગાંજો, ચરસ, બ્રાઉન સુગરની લત ઉપર ભારતની યુવાપેઢી ચડવા લાગી છે જેને રોકવા માટે નશાનો વેપાર કરતા ઈસમોની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને તેમને કાયદાનો ભાન કરાવવા માટે આ કાયદાની રચના કરાઈ છે.
સજાનું ધોરણ :
આ કાયદાનું ભંગ કરનારને ઓછામાં ઓછા 10 વર્ષ સુધીની અને રૂપિયા 1 લાખનો દંડ તથા વધુમાં વધુ 20 વર્ષ સુધીની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવાની સજા થઇ શકે છે.
NDPS એક્ટ હેઠળના ગુના સેશન્સ કોર્ટ ટ્રાયલ હોય છે. તેમાં આરોપીને ઝડપથી જામીન મળવું ખુબજ મુશ્કેલ હોય છે.
ખાસ નોંધ :
ઉપરોક્ત સજા માટે NDPS એક્ટ 1985ની કલમ 27(1) મુજબ નીચે પ્રમાણેનો ઓછામાં ઓછો જથ્થો આવે તો ઉપરોક્ત કાયદામાં લઇ શકાય છે. નહિ તો પ્રાહીબીશન એક્ટની કલમો લાગી શકે છે.
1) હેરોઇન અથવા ડ્રગ્સ કે જે સામાન્ય રીતે બ્રાઉન સુગર કે સમેકના નામે ઓળખાય છે : 250 મિલીગ્રામ ઓછામાં ઓછું હોવવું જોઈએ.
2) ચરસ , હસીસ : 5 ગ્રામ ઓછામાં ઓછું હોવવું જોઈએ.
3) અફીણ : 5 ગ્રામ ઓછામાં ઓછું હોવવું જોઈએ.
4) કોકેન : 125 મિલીગ્રામ ઓછામાં ઓછું હોવવું જોઈએ.
5) ગાંજો : 500 ગ્રામ ઓછામાં ઓછું હોવવું જોઈએ.
કેફી દ્રવ્યો મુખ્યતવે બે પ્રકારના હોય છે.
1) કુદરતી ( નેચરલ ) દા.ત. ગાંજો, ભાંગ , ચરસ.
2) અકુદરતી, સિન્થેટિક ( લેબોરેટરીમાં બનાવેલ ) અફીણ , કોકલીવ , હેરોઇન , LSD , કોકેન , મેન્ડ્રેક્ષ, સ્ટીરોઈડ વગેરે .
હવે આપણે જાણીશું કે આ નશીલા પ્રદાર્થો કેવી રીતે બને છે અને ક્યાંથી મળે છે.
1) ગાંજાનો છોડ : આ છોડ ગલગોટાના છોડને મળતો આવે છે તેના પાંદડા પણ સરખા જેવા જ હોય છે. ગાંજાના છોડના પાંદડા વિન્યાસ પામેલા એટલે કે હથેળીના પંજા આકારના હોય છે.ભારતમાં મળતા આ પ્રકારના છોડને કેનાબીસ સતાઇવા કે મેરીજુઓના પણ કહેવામાં આવે છે.

આ પ્રકારના છોડમાં મુખ્યતવે ત્રણ રાસાયણિક બંધારો નશો લાવે છે.
1) ટ્રેટાહાઈડ્રોકેનાબિનોલ
2) કેનાબિનોલ
3) કેનાબીડી ઓલ
ભાંગમાં ઉપરોક્ત રસાયણોનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં 15% થી 25% સુધીનું પ્રમાણ હોય છે.
ગાંજામાં ઉપરોક્ત રસાયણોનું પ્રમાણ થોડું વધારે હોય છે. તેમાં 25% થી 40% સુધીનું પ્રમાણ હોય છે.
ચારસમાં ઉપરોક્ત રસાયણોનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તેમાં 40% કે તેથી વધુ હોય છે.
આમ, તીવ્રતા મુજબ જોઈએ તો ભાંગ ( ઓછી અસર ) ગાંજો ( અસર થાય છે ) અને ચરસ ( વધુ અસર થાય છે )
2) ભાંગ : ગાંજાના છોડના પાંદડા, ડાળખાં અથવા પાંદડા ડાળખાં અને બીજા એકલા હોય કે પછી સાથે હોય છે.

3) ગાંજો : નર કે માદા ગાંજાના છોડના ફુલાગ્ર ( ફ્વારિંગ ટોપ ) વાળા ભાગને ગાંજો કહેવાય છે.

4) ચરસ : ગાંજાના છોડની ડાળી તથા પાંદડા પર રસ ઝરીને સુકાય જાય છે જે કથ્થાઈ કે લીલાસ પડતો કથ્થાઈ રેજિનિયસ પ્રદાર્થ બને છે જેને ચરસ
કહેવાય છે.

5) અફીણ : 0.2% કે તેથી વધુ મૉફિન ધરાવતા કોઈ પણ પ્રદાર્થને અફીણ કહેવામાં આવે છે , પરંતુ અફીણ ખેરખર પપેવર સામેની ફેરમ નામના છોડના પોષડોડા (પોપી કેપ્સ્યુલ ) જયારે કાચા હોય ત્યારે તેના પર તીક્ષ્ણ ધારવાળા હથિયારથી છરકા પાડવામાં આવે છે. આ છરકામાંથી જે સીર બહાર આવે છે. તેને સુકાઈ ગયા બાદ એકઠો કરવામાં આવે છે જેને અફીણ કહેવાય છે તેનો રંગ શરૂઆતમાં સફેદ હોય છે. ધીમે ધીમે કથ્થાઈ રંગનો થાય છે. લાંબા સમયે કે કાળો કથ્થાઈ રંગનો થાય છે.

જે આશરે 25% જેટલો આલ્કેલોઇડો ધરાવે છે. જે મીકોનિક એસિડ, લેક્ટિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે જોડાયેલ એટલે કે તેના શ્રાર ( સોલ્ટ ) તરીકે હોય છે. મુખ્ય આલ્કેલોઈડો નીચે પ્રમાણે છે.
મૉફિન – 11% થી 15% આલ્કેલોઇડ
કોડીન – 3%
નાર્કોટિન – 4%
પેપાવરિન – 1%
થીબેન – 1% કે તેથી ઓછું.
શું તમને ખ્યાલ પણ છે કે “હેરોઇન ” કઈ રીતે બને છે ?
મળેલ મૉફિનનું એસીટાઈલેશન ( લેબોરેટરીમાં પ્રક્રિયા દ્વારા ) કરી હેરોઇન બનાવામાં આવે છે. પરંતુ બનતા હીરોઈનની નીપજ ખુબજ ઓછી છે. તેથી તેના બજારભાવ ખુબજ વધારે હોય છે.
પહેલાના સમયમાં મોર્ફિનનો ઉપયોગ એન્સ્થેટિક તરીકે થતો તેમજ આજે પણ અમુક દવાઓ તથા ઈન્જેક્શનોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે.
નિમચ ( મધ્યપ્રદેશ ) તથા ગાઝિયાબાદ ( ઉત્તરપ્રદેશ )માં ભારત સરકાર લાયસન્સ આપીને અફીણનું વાવેતર કરાવે છે. આ કામ એક્ઝાઇમ લેબોરેટરીની સીધી દેખરેખ નીચે થાય છે. જેનું કામ લાયસન્સ આપી કરાવેલ વાવેતરમાંથી મળેલ અફીણનું પ્રથક્કરણ કરી ખેડૂતને ભાવ આપવાનું તથા 10% મોર્ફિન ધરાવતું અફીણ બનાવી વેચવાનું છે. આ વેચાણ લાયસન્સ ધરાવતા દવા બનાવવાના કારખાના તથા લાયસંસ ધરાવતા વૈદ્ય હકીમોને કરવામાં આવે છે.
આમ, આજે આપણે જાણ્યું કે NDPS કાયદાની રચના ક્યારે થઇ , કઈ રીતે થઇ અને શેના માટે કરવામાં આવી. એટલુંજ નહિ આ કાયદામાં ક્યાં ક્યાં ગુના સામેલ થાય છે , તેમના સજાનું ધોરણ કેટલું છે. તેમજ નશીલી વસ્તુઓ કંઈ કંઈ હોય છે તેનું ઉત્પાદન કેવી રીતે થાય છે. તે તમામ મુદ્દાઓ ઉપર આ લેખમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે. તમને વાંચીને બેઝિક એટલું તો ખ્યાલ આવી ગયું હશે કે NDPS એક્ટ શું છે. હવે આગળના લેખમાં આવી જ રીતે તમને કાયદાને લાગતી માહિતીઓ આપતા રહીશું……..
