નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દેશના સર્વોચ્ચ સંવૈધાનિક પદનું શપથ ગ્રહણ કર્યા છે. મુખ્ય ન્યાયધીશ એનવી રમણાએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ અપાવ્યા છે. દ્રૌપદી મુર્મૂ આઝાદી પછી જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. આ સિવાય તે સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિ પણ બન્યા છે પ્રતિભા પાટીલ પછી રાષ્ટ્રપતિ બનનાર તે બીજા મહિલા બન્યા છે.
#WATCH | President-elect #DroupadiMurmu pays tribute at Rajghat in Delhi. She will take oath as the 15th President of the country today.
(Video Source: Rashtrapati Bhavan Twitter account) pic.twitter.com/pen5zhVHwR
— ANI (@ANI) July 25, 2022
સમારોહમાં ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન એમ.વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અલગ-અલગ દેશના રાજદૂત, સંસદ સદસ્ય અને પ્રમુખ સૈન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા છે.શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે દ્રોપદી મુર્મૂના દીકરી ઇતિશ્રી અને જમાઇ ગણેશ હેમબ્રમ પણ દિલ્હી પહોંચી ગયા છે. મુર્મૂના ભાઇ તારિનસેન ટુડુ અને ભાભી સુકરી ટુડુ તેમના માટે સંથાલી સાડી અને આદિવાસીઓની પારંપરિક મીઠાઇ અરિસા પીઠા લાવ્યા છે.રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂને 6,76,803 મત મળ્યા હતા. જ્યારે વિપક્ષના ઉમેદવાર યશંવત સિન્હાને 3,80,177 મતો મળ્યા હતા.
