chennai news/ ચેન્નાઈ એરપોર્ટ પર દુબઈ જતી ફ્લાઈટમાં નીકળ્યો ધુમાડો, 280 મુસાફરોમાં ભયનો માહોલ

દુબઈ (Dubai) જતી ફ્લાઈટ (flight)માં ટેક-ઓફ પહેલા ધુમાડો નીકળતા હોબાળો મચી ગયો હતો. લગભગ 10 મિનિટ સુધી ધુમાડો નીકળતો રહ્યો.

India Trending Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 42 ચેન્નાઈ એરપોર્ટ પર દુબઈ જતી ફ્લાઈટમાં નીકળ્યો ધુમાડો, 280 મુસાફરોમાં ભયનો માહોલ

Chennai Airport: ચેન્નાઈ એરપોર્ટ બની દુર્ઘટના. દુબઈ (Dubai) જતી ફ્લાઈટ (flight)માં ટેક-ઓફ પહેલા ધુમાડો નીકળતા હોબાળો મચી ગયો હતો. લગભગ 10 મિનિટ સુધી ધુમાડો નીકળતો રહ્યો. જોકે ટેકનિકલ ટીમ દ્વારા વિમાનની તપાસ કરવામાં આવી હતી. આ પછી તે મોડેથી ઉપડ્યો. વિમાનમાં કુલ 280 મુસાફરો સવાર હતા. આ ઘટના મંગળવારે રાત્રે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chennai Internation Airport) પર બની હતી. જોકે, પ્લેન મોડેથી ટેકઓફ થયું હતું.

પ્લેનમાંથી ધુમાડો નીકળવાની ઘટના બાદ મોડી રાત્રે ચેન્નાઈ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહેવાલો અનુસાર, ફ્લાઇટની સલામતીની તપાસ કર્યા પછી, એરલાઇન કંપનીએ મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે લગભગ ત્રણ કલાક પ્લેનનું પ્રસ્થાન મોડું કરવાનો નિર્ણય લીધો.

Chennai Airport International (MAA) – New Terminal, Facts, & Real Estate Overview

મંગળવારે રાત્રે ચેન્નાઈ એરપોર્ટ પરથી 280 મુસાફરો સાથે દુબઈ જતું પ્લેન ડિપાર્ચર થાય તે પહેલા જ ખામી સર્જાઈ હતી. અચાનક વિમાનની પાંખના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે 9:15 વાગ્યે ધુમાડો દેખાયો ત્યારે ફ્લાઇટના ક્રૂએ અધિકારીઓને જાણ કરી હતી.

ટેક્નિકલ એક્સપર્ટને બોલાવવા પડ્યા
નિકળતા એરપોર્ટના ટેકનિકલ એક્સપર્ટ અને એવિએશન કંપનીને જાણ કરવામાં આવી હતી. સંબંધિત અધિકારીઓએ વિમાનનું નિરીક્ષણ કર્યું, ત્યારબાદ લગભગ 10 મિનિટ પછી ધુમાડો બંધ થઈ ગયો. તકેદારીના પગલા રૂપે ફાયરની ગાડીઓ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી.

અધિકારીઓએ ધુમાડાના ઉત્સર્જનના કારણ વિશે તાત્કાલિક કોઈ માહિતી આપી ન હતી. ફ્લાઇટનો સમય મોડો થવાના કારણે મુસાફરોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. સમાચાર લખાય છે ત્યાં સુધી વિમાન રવાના થયું ન હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચેન્નાઈ ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનો ડબલ ધમાકો, ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, બાંગ્લાદેશને હરાવ્યું

આ પણ વાંચો: મુંબઈ-ચેન્નાઈને ડૂબતું બચાવશે NASAનું રોબોટ, જાણો Ice Robot પ્રોજેક્ટ…

આ પણ વાંચો: ચેન્નાઈમાં ભાજપના નેતાના પતિનું મૃત્યુ થયું હોવાનું સમજીને બદમાશોએ છોડી દીધી