ભારે વરસાદ/ મુંબઇમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, IMDએ આપ્યું રેડ અલર્ટ,પાલઘરમાં પૂરની સ્થિતિ

મુંબઈમાં ગુરુવારે અવિરત વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તેમજ દક્ષિણ મુંબઈમાં મરીન લાઈન્સ નજીકના રેલ ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા

Top Stories India

મુંબઈમાં ગુરુવારે અવિરત વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તેમજ દક્ષિણ મુંબઈમાં મરીન લાઈન્સ નજીકના રેલ ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા અને શહેરના કેટલાક ભાગોમાં રોડ ટ્રાફિક જામ થઇ ગયો હતો .મરીન લાઇન્સ અને અન્ય કેટલાક સ્થળોએ પાણી બહાર કાઢવા માટે નાગરિક સંસ્થાએ પંપનો ઉપયોગ કર્યો હતો. પ્રવાસીઓએ ચર્ચ ગેટ અને મરીન લાઇન્સ સ્ટેશનો વચ્ચેના ટ્રેક પર પાણી ભરાઈ જવાની ફરિયાદ કરી હતી, પરંતુ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે ટ્રેન સેવાઓ ખોરવાઈ નથી. કેટલાક વિસ્તારોમાં વરસાદ અને રસ્તાઓ પર ખાડા પડવાને કારણે વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના મુંબઈ કેન્દ્રે ગુરુવારે મુંબઈ અને પડોશી રાયગઢ જિલ્લામાં વરસાદ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે હવામાન વિભાગે કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છેથાણે અને પાલઘર જિલ્લાઓ માટે, હવામાન કેન્દ્રએ એક ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે હવામાન વિભાગે શુક્રવારે મુંબઈ માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે અને વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

થાણેમાં ભારે વરસાદ, 28 જુલાઈએ તમામ શાળાઓ બંધ
થાણે જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે કેટલાક પરિવારોને કેટલાક રહેણાંક વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને, થાણે જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 28 જુલાઈએ રજા જાહેર કરવામાં આવી છે. આટલું જ નહીં, વરસાદને કારણે બે મુખ્ય હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. થાણે જિલ્લાના ભિવંડી અને મીરા ભાયંદરમાં કેટલાક નીચાણવાળા વિસ્તારો જ્યારે પાલઘર જિલ્લાના વસઈ અને વિરારમાં પાણી ભરાઈ ગયા છે.