અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ ગામે સોમવાર રાત્રીનાં રોજ ભારે વરસાદ પડ્યો છે. તેનાથી દરેકના ઘરમાં કેડ સમાના પાણી ઘુસી ગયા છે. વરસાદથી ગામ આગળનાં આજુબાજુના ગામનું બધું જ પાણી નિધરાડ ગામની કેનાલ પાસે આવ્યું છે અને રાતે ભારે વરસાદ પડ્યો હોવાથી કેનાલમાં ગાબડું પડી ગયું છે. આ કેનાલમાં ગાબડું પડવાથી ગામના લોકોને આવવા જવા માટેનો એક જ મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. જ્યારે સવારમાં ગામના સરપંચએ દ્રશ્યો જોતા તુરંત જ સરકારી તંત્રને જાણ કરવામાં આવી હતી અને સવારથી જ પાણી નીકાળવાનો રસ્તો કરવા માટે તલાટી,મામલતદાર,પ્રાંત તેમજ જી.ઈ.બી.ના કર્મીઓ અને આર એન્ડ બીનાં અધિકારીઓ સાથે પદાધિકારીઓ ઘટનાસ્થળે હાજર થઈ ગયા હતા.




આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી દેવઘરમાં આવેલા બૈદ્યનાથ ધામના ગર્ભગૃહમાં પૂજા કરીને દેશના પ્રથમ વડાપ્રધાન બનશે!
