અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ ‘ 2.0 ’નું ટીઝર ભલે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું હોય પરંતુ અક્ષય કુમારના ચાહકો તેનાથી ખુશ નથી. સુપરસ્ટાર રજનીકાંત સાથે અક્ષય કુમારની આ પ્રથમ ફિલ્મ છે.
અક્ષયના ચાહકોને આશા હતી કે અક્ષય કુમાર આ ફિલ્મમાં ધમાકેદાર એન્ટ્રી કરશે . પરંતુ વાસ્તવમાં ટીઝરના લીધે અક્ષયના ચાહકો ઘણા નારાજ થઇ ગયા છે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું ટીઝર અત્યાર સુધી દુનિયાભરમાંથી ૨૪ મિલિયન વાર જોવાઈ ગયું છે અને ટીઝર હાલ યુટ્યુબમાં ધૂમ મચાવી રહ્યું છે પરંતુ આ ટીઝરમાં અક્ષય કુમારની માત્ર એક વખત જ ઝલક જોવા મળી તેના લીધે તેના ચાહકો ઘણા નારાજ છે.
અક્ષય કુમારના ચાહકોને આશા છે કે ફિલ્મમાં પણ આવું ન બને અને તે ફરીથી ધમાકેદાર એક્શન કરતો જોવા મળે.
તમને જણાવી દઈએ કે જેની સૌથી વધારે રાહ જોવાઈ રહી છે તેવી આ ફિલ્મ ૨૯ નવેમ્બરના રોજ રીલીઝ થવાની છે. ફિલ્મનું ટીઝર યુટ્યુબ પર જે ધૂમ મચાવી છે તેના પરથી લાગી રહ્યું છે કે ફિલ્મ પણ બોક્સ ઓફીસમાં સારો દેખાવ કરશે.
