Jamnagar News/ જામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, દોઢ ઇંચ ત્રાટક્યો

જામનગરમાં અઠવાડિયાના પહેલા જ દિવસે મેઘરાજાએ હેત વરસાવ્યું છે, અને આજે સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, અને દોઢ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. હજી પણ મેઘ સવારી અવિરત ચાલુ છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ- ધ્રોળ- જોડીયા- લાલપુર અને જામજોધપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 68 જામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, દોઢ ઇંચ ત્રાટક્યો

@સાગર સંઘાણી

Jamnagar News: જામનગરમાં અઠવાડિયાના પહેલા જ દિવસે મેઘરાજાએ હેત વરસાવ્યું છે, અને આજે સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, અને દોઢ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. હજી પણ મેઘ સવારી અવિરત ચાલુ છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ- ધ્રોળ- જોડીયા- લાલપુર અને જામજોધપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે, અને એકથી ચાર ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે.

Beginners guide to 69 જામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, દોઢ ઇંચ ત્રાટક્યો

જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં ગઈકાલે તો ધોધમાર પાંચ ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેના કારણે નાના-મોટા ચેક ડેમ તળાવમાં પાણીની આવક શરૂ થઈ છે. જામનગર શહેરમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા પછી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, અને સવારે આઠ થી દસ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 32 મીમી. વરસાદ નોંધાયો હતો અને મેઘ સવારી અવિરત ચાલુ રહી છે. શહેરમાં પ્રથમ વખત મેઘરાજા મન મૂકીને વરસ્યા હોવાથી કેટલાક નગરજનો નાહવા માટે પણ નીકળી પડ્યા હતા મહાનગરપાલિકાના તંત્રની પોલ પ્રથમ વરસાદે જ ખુલી ગઈ હતી, અને શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો ઉઠાવા પામી હતી .

Beginners guide to 70 જામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, દોઢ ઇંચ ત્રાટક્યો

જામનગર શહેર બાદ કાલાવડમાં આજે ધીંગી મેઘ સવારી જોવા મળી હતી, અને દસ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડી ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જ્યારે લાલપુરમાં બે કલાકના સમયગાળા દરમિયાન ૩૬મી.મી. જ્યારે જામજોધપુરમાં 30 મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 32 મી.મી, જોડીયામાં 33 મી.મી., ધ્રોળડમાં 54 મીમી, કાલાવડમાં 84 મી.મી., લાલપુરમાં 42 મી.મી.જ્યારે જામજોધપુરમાં 59 મી.મી. વરસાદ નોંધાયો છે.

Beginners guide to 71 જામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, દોઢ ઇંચ ત્રાટક્યો

આ ઉપરાંત જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકાના શેઠ વડાળામાં ગઈકાલે ધીંગી મેગ સવારી થઈ હતી, અને પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર શેઠ વડાળામાં છેલ્લા 24 કલાક દરમિયાન 120 મી.મી. વરસાદ નોંધાયો છે,
જયારે સમાણા ગામમાં પણ 117 મી.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્યા છે. આ ઉપરાંત વાંસજાળીયામાં 80 મી.મી., જામવાડી માં 62 મી.મી., અને પરડવામાં 80 મી.મી. વરસાદ નોંધાયો છે.

Beginners guide to 72 જામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, દોઢ ઇંચ ત્રાટક્યો

આ ઉપરાંત કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામમાં 65 મિમી., નવા ગામમાં 75 મી.મી. મોટા પાંચ દેવડામાં 55 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં 30-મી.મી, જોડીયા ના બાલંભામાં 42 મી.મી. પીઠળ ગામમાં 40 મી.મી., લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં 35 મી.મી. મોટા ખડબા ગામમાં 20 મી.મી. જ્યારે મોડપર ગામમાં 23મી.મી. વરસાદ નોંધાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત