Not Set/ Earthquake: લદ્દાખનાં કારગિલમાં અનુભવાયા ભૂકંપનાં આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા…

સોમવારે મોડીરાતે અંડમાન-નિકોબારમાં ભૂકંપ આવ્યા બાદ મંગળવારે સવારે લદ્દાખના ઉત્તર-પૂર્વમાં કારગિલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર સવારે 5.47 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા ભારતના વિવિધ ભાગોમાં વારંવાર અનુભવાઈ રહ્યા છે. ગયા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં ઘણા ભૂકંપ […]

Uncategorized

સોમવારે મોડીરાતે અંડમાન-નિકોબારમાં ભૂકંપ આવ્યા બાદ મંગળવારે સવારે લદ્દાખના ઉત્તર-પૂર્વમાં કારગિલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર સવારે 5.47 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા ભારતના વિવિધ ભાગોમાં વારંવાર અનુભવાઈ રહ્યા છે. ગયા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં ઘણા ભૂકંપ આવ્યા છે. સોમવારે રાત્રે અંદમાન અને નિકોબારમાં ભૂકંપ આવ્યો હતો. આ ઉપરાંત રવિવારે અરુણાચલ પ્રદેશ, નિકોબાર દ્રીપ સમુહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અંડમાન-નિકોબાર ભૂકંપનું રિક્ટર સ્કેલ પર 4 માપાયું. ભૂકંપનું કેન્દ્ર દિગલીપુરથી 20 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું. મળતી માહિતી મુજબ સોમવારે બપોરે 3 વાગ્યે અંડમાન અને નિકોબારમાં ભૂકંપ આવ્યો હતો.

આ પણ વાંચો – લાદેનની ભત્રીજીએ કહ્યુ – જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ ન બન્યા તો અમેરિકામાં ફરી થઇ શકે છે 9/11

આ પહેલા રવિવારે પણ સવારે અંડમાન-નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવારે સવારે 6.38 કલાકે અંડમાન-નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટરના જણાવ્યા અનુસાર રવિવારના ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 હતી. ભૂકંપની ઉંડાઈ 82 કિલોમીટર હતી. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રના પાલઘરમાં આંચકાજનક ભૂકંપ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.