હૈદરાબાદમાં આજે સવારે 5 વાગ્યે ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી. National Center for Seismology એ આ માહિતી આપી છે.
ભૂકંપથી હચમચી ઉઠ્યું હૈદરાબાદ
આંધ્રપ્રદેશનાં દક્ષિણ હૈદરાબાદમાં આજે સવારે પાંચ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. National Center for Seismology અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ભૂકંપનાં આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સુત્રોનાં જણાવ્યા અનુસાર કોઈ જાન-માલનાં નુકસાન થયુ નથી. પૂર્વ સિક્કિમમાં ગઈકાલે એટલે કે રવિવારે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રવિવારે રાત્રે 8.39 વાગ્યે સિક્કિમનાં કેટલાક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી. સિસ્કીમમાં ભૂકંપ વિશે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી. ભૂકંપનાં આંચકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર નીકળી ખુલ્લા મેદાનમાં પહોંચી ગયા હતા. સમાચાર અનુસાર ભૂકંપનાં કારણે કોઈપણ પ્રકારની જાન-માલની કોઈ માહિતી બહાર આવી નથી.
ભુજ / મારાથી વાત નહીં કરે તો હું તને કોઈનાથી પણ વાત કરવા જેવી નહીં રાખું :નિવૃત મામલતદારના પુત્રનો છરીથી યુવતી પર હુમલો
An earthquake of magnitude 4.0 occurred around 5 am this morning in South of Hyderabad, Andhra Pradesh: National Center for Seismology
— ANI (@ANI) July 26, 2021
આપને જણાવી દઈએ કે, ચાર દિવસ પહેલા 21 જુલાઈએ લદાખમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. અહી 3.6 ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. જુલાઈ મહિનામાં ઘણા રાજ્યોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. સિક્કિમ પહેલા રાજસ્થાન અને મેઘાલયમાં ભૂકંપ આવ્યો હતો અને 17 જુલાઈએ હિમાચલ પ્રદેશનાં કિન્નૌરમાં 3.1 ની તીવ્રતા સાથે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.
ભૂંકપ / પૂર્વ સિક્કિમમાં 4 ની તીવ્રતાનો ભૂંકપના આંચકા અનુભવાયા
આફ્ટરશોક કોને કહેવાય છે?
ધરતી પરની સપાટી 7 ટેકટોનિક પ્લેટોથી બનેલી હોય છે. આ પ્લેટ એક બીજા સાથે ટકરાય ત્યારે ભૂંકપનો ખતરો થાય છે. ભૂકંપ આવે છે ત્યારે આ પ્લેટ્સ એક બીજાનાં ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. પ્લેટ્સ એક બીજા સાથે અથડાય છે તેના કારણે ઘણી ઉર્જા ઉત્પન થાય છે. તે ઘર્ષણ કે ફ્રિકશનથી ઉપરની ધરતી હલવા લાગે છે અને વધુ પડતા કંપનથી ધરતી ફાટી પણ જાય છે. મોટા આંચકાનાં અનેક મહિના કે સપ્તાહો બાદ હળવા ભૂકંપ આવે છે, આ હળવા આંચકાને આફ્ટરશોક કહેવામાં આવે છે.
ગાંધીનગરમાં સિસ્મોલોજી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી
વરસાદ, ગરમી, દરિયાના ચક્રવાત, પેટાળમાં જળનું સ્તર જેવા અનેક પરિબળો ભુર્ગિભય સંરચનાઓમાં ફેરફાર કરે છે. આવા ફેરફારોથી રિક્ટર સ્કેલ ઉપર 1.1થી 2.9 મેગ્નિટયુડનાં અનેક કંપનો આવતા રહેતા હોય છે. તેની કોઈ અસર થતી નથી સામાન્ય નાગરિકોને તો તેની ખબર પણ પડતી નથી. પણ 3 મેગનિટયુડથી ઉપરનાં કંપનો મનુષ્ય અને તેમના દ્વારા સર્જાયેલી દુનિયા માટે નોંધવા જરૂરી છે. આઈએસઆઈની સ્થાપના વર્ષ 2માં થઈ ત્યારપછી ગુજરાતનાં પેટાળમાં થઈ રહેલા ફેરફાર મુજબ છેલ્લા 18 વર્ષમાં, 2019 સુધી 3 મેગ્નિટયુડથી વધારે ત્તીવ્રતાનાં 1608 આંચકા નોંધાયા છે, આપને જણાવી દઇએ કે, વર્ષ 2001 નાં ભૂકંપનાં આંચકાઓ બાદ વર્ષ 2006 માં ગાંધીનગરમાં સિસ્મોલોજી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ ધરાના પેટાળમાં થતી નાનામાં નાની હલચલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. રેડ એલર્ટ પર કહેવાતા અને ઝોન-5 માં આવતા કચ્છ જીલ્લામાં હજુ પણ ભૂકંપનાં સંખ્યાબંધ આંચકા આવી જ રહ્યા છે.
