છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લામાં રવિવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો . આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર સ્કોર્પિયો અને ઓટો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં નવથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોને રાયપુર રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માત કોંડાગાંવ જિલ્લાના કેબોરગાંવ નજીક થયો હતો.
મળતી માહિતી મુજબ એક જ પરિવારના 16 લોકો ઓટો દ્વારા જઈ રહ્યા હતા. દરમિયાન ઝારખંડથી જગદલપુર જઈ રહેલી એક સ્કોર્પિયોએ ઓટોને ટક્કર મારી હતી. ઓટો સવાર આઠગાંવ થી ગોડમા જઈ રહ્યા હતા. ઓટોમાં મહિલાઓ અને બાળકો સહિત 16 લોકો હતા. અને કેટલાક લોકો સ્કોર્પિયોમાં પણ સવાર હતા.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં અત્યાર સુધી આઠ લોકોના મોત થયાં હતાં અને ઇજાગ્રસ્ત લોકોને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,આ ઘાયલ લોકોમાંથી અનેક લોકોની હાલત અતિ ગંભીર છે.
