New Twitter CEO/ Twitter ના CEO બન્યો ડોગ,એલોન મસ્કે પોતાની ખુરશી પર બેસીને આ વાત કહી

ટ્વિટરના નવા CEO ની શોધમાં છે, એટલે કે તે પોતાનું CEO પદ છોડવા માંગે છે. હવે તેણે ટ્વિટરના નવા CEOની જાહેરાત કરી છે.

World Trending
CEO

ટ્વિટર (Twitter) ના માલિક એલોન મસ્ક (Elon Musk) કોઈના કોઈ કારણસર દિવસેને દિવસે ચર્ચામાં અને વિવાદોમાં રહે છે. તે ટ્વિટરમાં નવા ફેરફારો કરવા માટે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બને છે. હવે તેણે એવું વધુ એક કારનામું કર્યું છે અને હવે તે ફરી એકવાર હેડલાઇન્સમાં આવી ગયો છે. તેણે ખુરશી પર બેઠેલા પોતાના પાલતુ ડોગ (pet dog) ને કહ્યું કે આ નવા CEO છે. તેણે ટ્વિટ કરીને ફોટો શેર કર્યો છે.

આપને જણાવી દઈએ કે ગયા વર્ષે ટ્વિટર ખરીદ્યું ત્યારથી તે સતત બદલાવ કરી રહ્યો છે. તેણે અગાઉ પણ કહ્યું હતું કે તે ટ્વિટરના નવા CEO ની શોધમાં છે, એટલે કે તે પોતાનું CEO પદ છોડવા માંગે છે. હવે તેણે ટ્વિટરના નવા CEO ની જાહેરાત કરી છે. જે માણસ નથી પણ તેનો પાલતુ ડોગ છે.

મસ્કએ પોતાના પાલતુ ડોગને ખુરશી પર બેસાડ્યો અને કહ્યું કે તે અન્ય લોકો કરતા સારો છે. ટ્વીટ બાદ લોકો તેના આ ફોટોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. તેને પણ જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે મસ્કે 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ડીલ પૂર્ણ કર્યા બાદ પરાગ અગ્રવાલને કંપનીએ બહારનો રસ્તો બતાવ્યો હતો. માત્ર ટ્વિટરના પૂર્વ CEO જ નહીં પરંતુ ટ્વિટરના લીગલ હેડ Vijaya Gadde અને CFO Nel Segal ને પણ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:CBમાં જોડાઈ સાનિયા મિર્ઝા, WPL પહેલા મળી આ મોટી જવાબદારી

આ પણ વાંચો:રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને તેમની હત્યાનો ડર,એટલે તેઓ પ્લેનમાં નહીં પણ ટ્રેનમાં કરી રહ્યા છે મુસાફરી!

આ પણ વાંચો:આરોપી સાહિલ ગેહલોતે પ્રેમિકાની હત્યા કર્યાના બીજા જ દિવસે અન્ય છોકરી સાથે લગ્ન કર્યા, ચોંકાવનારી બાબતો સામે આવી

આ પણ વાંચો:રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમયે પત્ની કેમિલા કોહિનૂર હીરાનો તાજ આ કારણથી પહેરશે નહીં,જાણો

આ પણ વાંચો: ભારતીય મૂળની નિક્કી હેલી અમેરિકાના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની કરી જાહેરાત