Cricket/ PCBને લાગ્યો વધુ એક ઝટકો, ન્યૂઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડે પાકિસ્તાન પ્રવાસ કર્યો રદ્દ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આશા હતી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેની જગ્યાએ ફરી સામાન્ય થશે, પરંતુ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ બોર્ડે તેની આશાઓને મોટો ફટકો આપ્યો છે.

Sports
વેલ્સ ક્રિકેટ બોર્ડ
  • પુરુષ અને મહિલા ટીમનો પાક. પ્રવાસ રદ્દ કર્યો
  • ટી-20 વિશ્વકપ પહેલા ઇંગ્લેન્ડ જવાનું હતું પાકિસ્તાન
  • પાકિસ્તાન સાથે બે વોર્મ અપ મેચનું આયોજન રદ્દ

પાકિસ્તાન ક્રિકેટને સતત બીજો આંચકો લાગ્યો છે. ઈંગ્લેન્ડે પાકિસ્તાન પ્રવાસ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ત્રણ દિવસ પહેલા ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ અધૂરો છોડી દીધો હતો. કિવિ ટીમે શ્રેણીની શરૂઆતના દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરે જ ખસી જવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ઓક્ટોબરમાં બે ટી 20 મેચ માટે પાકિસ્તાન જવાની હતી. આ સાથે તેની મહિલા ટીમને પણ પ્રવાસ પર જવાનું હતું. પરંતુ હવે અંગ્રેજોએ પાકિસ્તાન જવાની ના પાડી દીધી. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે બોર્ડે ગયા સપ્તાહના અંતમાં પાકિસ્તાન પ્રવાસ અંગે ચર્ચા કરી હતી. જેમાં પુરુષ અને મહિલા બંને ટીમોનો પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડ બોર્ડે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને વર્તમાન સંજોગોમાં તે વધુ મહત્વનું બની જાય છે. અમે જાણીએ છીએ કે આ વિસ્તારમાં મુસાફરીથી ચિંતા વધી રહી છે અને અમારું માનવું છે કે ત્યાં જવાથી ખેલાડીઓ પર દબાણ વધશે. ખેલાડીઓ પહેલેથી જ કોરોના નિયમોને કારણે માનસિક તાન્ભોગવી રહ્યા છે.  અમારી પુરુષ ટી 20 ટીમમાં બીજી સમસ્યા છે. અમને લાગે છે કે આ પરિસ્થિતિઓમાં પ્રવાસ ICC  T 20 વર્લ્ડ કપ માટે આદર્શ તૈયારી નહીં હોય જે 2021 માં અમારા માટે પ્રાથમિકતા છે.

પ્રયાગરાજ / અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગીરીનું શંકાસ્પદ નિધન

Prayagraj / મહંત નરેન્દ્ર ગિરીના ઓરડામાંથી સુસાઈડ નોટ મળી, શિષ્ય આનંદ ગિરીનો ઉલ્લેખ- પોલીસ

વાયરલ વિડીયો / ભાજપના નેતા ઉમા ભારતીએ કહ્યું – બ્યુરોક્રેસી ચપ્પલ ઉઠાવે છે