Not Set/ આ મોડલે સલમાન માટે લખ્યું : નો મોર હ્યુમન

મુંબઇ બ્લેક બક માટે ગઈ કાલે સુપરસ્ટાર સલમાન ખાનને 5 વર્ષની સજા આપવામાં આવી છે ત્યારે બોલીવુડ અને સલમાનના લાખો ચાહકોને ઘણું દુઃખ થયું છે, જો કે એક એવી મોડલ-એક્ટ્રેસ પણ છે કે જે સલમાનને આ સજા મળી તેનાથી ખુબ જ ખુશ છે. આ મોડલ-એક્ટ્રેસ બીજી કોઈ નહિ પરંતુ બિગ બોસ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાત છે. તમને જણાવી દઈએ […]

Entertainment

મુંબઇ

બ્લેક બક માટે ગઈ કાલે સુપરસ્ટાર સલમાન ખાનને 5 વર્ષની સજા આપવામાં આવી છે ત્યારે બોલીવુડ અને સલમાનના લાખો ચાહકોને ઘણું દુઃખ થયું છે, જો કે એક એવી મોડલ-એક્ટ્રેસ પણ છે કે જે સલમાનને આ સજા મળી તેનાથી ખુબ જ ખુશ છે. આ મોડલ-એક્ટ્રેસ બીજી કોઈ નહિ પરંતુ બિગ બોસ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાત છે.

Image result for bigg boss sofia hayat

તમને જણાવી દઈએ કે, સલમાનને મળી સજાથી સોફિયા ઘણી ખુશ છે.સોફિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા guilty લખ્યું હતું અને સાથે સાથે being human માંથી બીઈંગ કાઢીને no more human લખ્યું હતું.

Image result for bigg boss sofia hayat

સોફિયાએ એમ પણ લખ્યું કે, છેલ્લે કરેલા કર્મોનું ફળ ભોગવું પડે છે. બોલીવુડમાં સલમાન માટે કોઈ પણ બોલતા ડરે છે,પરંતુ હું નથી ડરતી.સલામને કરેલ ભૂલના કારણે તેને જેલમાં જવું જ પડ્યું.

https://instagram.com/p/BhMo5MoF-0S/?utm_source=ig_embed

સોફિયાએ વધુમાં લખ્યું હતું કે. ધરતી માટે પશુઓ ખુબ જ જરૂરી છે. સલમાને કાળા હિરણને મારતા પહેલા જરા પણ વિચાર નહીં કર્યો હોય? ઘણાં લોકો છે કે જે સલમાનને પોતાનો આઈડલ મને છે અને એવામાં સલમાન નવજુવાન લોકોને શું સંદેશો આપવ માંગે છે એ જ કે  પહેલા ખોટું કામ કરો અને પછી પોલીસની મજાક કરો, કેમ કે તમે સેલેબ્રીટી છો.

Related image

મહત્વનું છે કે, સોફિયાએ એમ પણ જણાવ્યું કે ભારતે બતાવી દીધું કે કાયદાથી મોટું કોઈ જ નથી. સોફિયા બીગ બોસ-7ની કન્ટેસ્ટન્ટ હતી અને તે દરમિયાન જ સોફીયાનો ઝગડો સલમાન સાથે થયો હતો.

Image result for bigg boss sofia hayat