Not Set/ બીજી મેરેજ એનીવર્સરી પર વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને સવાર-સવારમાં આ રીતે કર્યું વિશ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આજે તેમના લગ્નની બીજી મેરેજ એનીવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. વિરાટ કોહલીએ વહેલી સવારે પત્ની અનુષ્કા શર્માને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ પર એક સુંદર તસ્વીર પોસ્ટ કરીને તેમના દિલની વાત વ્યક્ત કરી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટે 2017 માં 11 ડિસેમ્બરે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે સાત ફેરા […]

Uncategorized

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આજે તેમના લગ્નની બીજી મેરેજ એનીવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. વિરાટ કોહલીએ વહેલી સવારે પત્ની અનુષ્કા શર્માને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ પર એક સુંદર તસ્વીર પોસ્ટ કરીને તેમના દિલની વાત વ્યક્ત કરી છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટે 2017 માં 11 ડિસેમ્બરે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે સાત ફેરા લઈને લગ્ન બંધનમાં બંધાયા હતા. લાંબા ગાળાના રિલેશનશિપમાં રહીને વિરાટ અને અનુષ્કાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્નના બે વર્ષ પછી પણ, બંને વચ્ચે તે જ કેમેસ્ટ્રી જોવા મળે છે જે લગ્ન પહેલા જોવા મળી હતી.

ભારતીય કેપ્ટનએ લગ્નના બે વર્ષ પૂરા થયા પર ટ્વિટ કરી એક સુંદર સંદેશ અનુષ્કાના નામે લખ્યો છે, વિરાટે અનુષ્કા સાથેની એક ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે, ‘હકીકતમાં માત્રને માત્ર પ્રેમ જ છે તેના સિવાય બીજું કંઈ નથી. જ્યારે ભગવાન તમારા ભાગ્યને આવા કોઈ વ્યક્તિને આપે છે જે તમને દરરોજ તેનો અહેસાસ કરાવે છે, તો પછી તમારી અંદર એક જ લાગણી હોય છે અને તે આ છે કે બંને વચ્ચેનો સંબંધ કેટલો ઉંડો છે, આ વાતનો અહેસાસ તેમને તેમના પહેલા કરવા ચૌથ પર કરાવ્યો હતો,વિરાટ કોહલીએ અનુષ્કા અને અનુષ્કાએ વિરાટને માટે ઉપવાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.