એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની 8 વર્ષની પુત્રી આરાધ્યા બચ્ચને તાજેતરમાં જ તેમની શાળાના વાર્ષિક સમારોહમાં એક જબરદસ્ત સ્પીચ આપી હતી, જેને જોઈને ત્યાં હાજર દરેકને દંગ કરી દીધા. આરાધ્યાએ જણાવ્યું હતું કે છોકરીઓ કેટલી શક્તિશાળી હોય છે અને તેઓ કોઈની સામે ઝૂકતી નથી. અમિતાભ બચ્ચન તેની નાની પૌત્રીના અભિનયને જોઈને ખૂબ ગર્વ અનુભવે છે અને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
પૌત્રી આરાધ્યાનો વીડિયો ટ્વિટર પર શેર કરતાં અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું છે કે, ‘સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ અને અવાજ … છોકરીઓનો .. આરાધ્યાનો .. મારી પોતાની..’
the proudest moment and voice .. of the girl child .. of Aaradhya , my own .. https://t.co/Gsa9gBIgBA
— Amitabh Bachchan (@SrBachchan) December 22, 2019
આપને જણાવી દઈએ કે આરાધ્યા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમાં શાહરૂખ ખાનનો પુત્ર અબરામ, કરિશ્મા કપૂરની પુત્રી સમાયરા સહિત બોલિવૂડ સેલેબ્સના બાળકો પણ છે. આ રીતે, શાહરૂખ, કરિશ્મા, સોહેલ ખાન, લારા દત્તા અને રિતિક રોશન સહિત અનેક હસ્તીઓ શાળાના વાર્ષિક કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનના સંપૂર્ણ પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ‘ગુલાબો સીતાબો’, ‘ચેહરે’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
