Not Set/ મોઢાથી જોડાયેલી કોઈપણ નાનામાં નાની સમસ્યા પણ નકારવી યોગ્ય નથી

એવું કહેવાય છે કે પાચનની યોગ્ય પ્રક્રિયા આપણા મોંથી શરૂ થાય છે. જો તમારા પેટમાં કોઈ સમસ્યા હોય તો તેના કારણે મોંમાં ચાંદાં પડી જાય છે. તેનો અર્થ એ કે તેઓ એકબીજાથી અલગ નથી. એકને ઠીક રાખવા માટે બીજાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. મોંથી જોડાયેલી કોઈપણ નાનામાં નાની સમસ્યા પણ નકારવી યોગ્ય નથી. દાંત […]

Health & Fitness

એવું કહેવાય છે કે પાચનની યોગ્ય પ્રક્રિયા આપણા મોંથી શરૂ થાય છે. જો તમારા પેટમાં કોઈ સમસ્યા હોય તો તેના કારણે મોંમાં ચાંદાં પડી જાય છે. તેનો અર્થ એ કે તેઓ એકબીજાથી અલગ નથી. એકને ઠીક રાખવા માટે બીજાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. મોંથી જોડાયેલી કોઈપણ નાનામાં નાની સમસ્યા પણ નકારવી યોગ્ય નથી.

દાંત સડવા

આ સ્થિતિમાં તમે લાંબા સમય સુધી ઓરલ હેલ્થ એટલે કે મોંના આરોગ્યની સંભાળ નથી લઈ શકતા. આ તમારા સ્વાસ્થ્યને પણ અસર કરે છે, કારણ કે ઘણી વાર આ બેક્ટેરિયા લોહીમાં ભળીને શરીરમાં જઇને ગંભીર નુકસાન પહોંચાડે છે.

દાંતમાં સેન્સિટિવિટી

જો તમે દાંતમાં થતી હળવી સંવેદનશીલતાને પણ તમે અવગણો છો તે એ તમારા દાંતને અંદરથી નુકસાન પહોંચાડે છે. જેના કારણે દાંત મૂળથી કાઢી નાખવા પડે છે અથવા તેના માટે અન્ય ટ્રીટમેન્ટ કરવી પડે છે.

એન્ડોકાર્ડાઇટિસ

મોઢાનાં આરોગ્યની અસર શરીરના આંતરિક ભાગોમાં પણ જોવા મળતી હોય છે. આ સ્થિતિમાં હૃદયની અંદર ગ્રંથીઓ અને કોશિકાઓમાં સોજો આવી જાય છે. મોંમાં પેથોજન્સ તરીકે ઓળખાતા બેક્ટેરિયલ તત્ત્વની લાંબી હાજરીને કારણે આ સોજો આવતો હોય છે.

pH લેવલ ઘટવું

જો મોઢાનું pH સ્તર ઓછું હોય તો બેક્ટેરિયા વધે છે, જે દાંત અને પેઢાંને નબળાં બનાવે છે. રોગપ્રતિકારક તંત્ર આવા બેક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે, જેના પરિણામે મગજમાં સોજો આવે છે. તેથી, મોઢાનું pH સ્તર સંતુલિત બનાવીને રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.