મુંબઈ
એક્ટ્રેસ દિપીકા પાદુકોણ હાલ એક એડ શૂટ માટે તે મલેશિયામાં છે. તે પોતાના શેડ્યુલ વિશે તેના ફેન્સે જણાવતા એક ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે,તાજેતરમાં અભિનેત્રી હેડસ્ટેન્ડ કરતા ફોટા પોસ્ટ કર્યો છે.
અભિનેત્રીએ આ તસ્વીર તેના ઈન્સ્ટા પર શેર કરી છે. જેમાં તે હેડસ્ટેન્ડ કરી રહી હોય તેમ લાગે છે. તેણે કૅપ્શન્સમાં લખ્યું-“upside down,inside out!!!”
https://instagram.com/p/BlFsup8Bxz1/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે, એક્ટ્રેસનો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ચાહકો તેના વર્કઆઉટ ફોટા ખુબ જ કપસંદ આવી રહ્યો છે. જણાવી એ કે, મલેશિયા જવાના સમયે, દિપીકાને એરપોર્ટ સ્પોટ કરવામાં આવી હતી. તે આ સમય દરમિયાન ખૂબ ખુશ જોવા મળી રહી હતી. જોકે તેને એરપોર્ટ પર તેનો બોયફ્રેન્ડ રણવીર સિંહ મુકવા માટે આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, દિપીકા અને રણવીર સિંહ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. બંનેના લગ્ન નવેમ્બરમાં થવાની સંભાવના છે.
