Not Set/ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘સેલ્યુટ’માં જોવા મળશે ફાતિમા સના શેખ!

મુંબઇ, એક્ટ્રેસ ફાતિમા સના શેખ માટે વર્ષ 2018 કોઈ ખાસ રહ્યું નથી. ખાસ કરીને ફિલ્મોના મામલે. ગયા વર્ષે તેની એક જ ફિલ્મ રિલીઝ થઇ અને તે પણ ખુબ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. પરંતુ આ ફિલ્મ ફાતિમાનો વિશ્વાસ ડગમગાવી શકે નથી.ફાતિમા હવે તેની કારકિર્દીને લઈને ફોકસ્ડ થઈ ગઈ છે અને શ્રેષ્ઠ ફિલ્મો કરવા માંગે […]

Uncategorized

મુંબઇ,

એક્ટ્રેસ ફાતિમા સના શેખ માટે વર્ષ 2018 કોઈ ખાસ રહ્યું નથી. ખાસ કરીને ફિલ્મોના મામલે. ગયા વર્ષે તેની એક જ ફિલ્મ રિલીઝ થઇ અને તે પણ ખુબ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. પરંતુ આ ફિલ્મ ફાતિમાનો વિશ્વાસ ડગમગાવી શકે નથી.ફાતિમા હવે તેની કારકિર્દીને લઈને ફોકસ્ડ થઈ ગઈ છે અને શ્રેષ્ઠ ફિલ્મો કરવા માંગે છે.

Image result for fatima shah rukh

સમાચાર મળી રહ્યા છે કે તે અનુરાગ બાસુની આગામી ફિલ્મ ‘સેલ્યુટ’ માં સાઇન કરવામાં આવી શકે છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન લીડ રોલમાં છે. અહેવાલો અનુસાર, મેકર્સ હજુ પણ આ ફિલ્મ માટે લીડ હિરોઈન શોધી રહ્યા છે. જોકે ‘સેલ્યુટ’ માટે ફાતિમાનું નામ ફાઇનલ નથી, પરંતુ મેકર્સ ફાતિમાના અત્યાર સુધીના પર્ફોમન્સથી ખૂબ પ્રભાવિત થાય છે અને તેથી જ ફાતિમાને શાહરુખના અપોજિટ સાઇન કરવાના વધુ ચાન્સ બની રહ્યા છે.

Related image

વેલ ફાતિમા પોતે પણ શાહરૂખ સાથે કામ કરવા માંગે છે. જોકે પહેલા આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફાતિમાએ કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ પણ અભિનેતા હોય કે જેની આસ-પાસ તે નર્વસ થઇ હોય તો તે શાહરુખ ખાન છે. તેમ છતાં પણ ફાતિમા શાહરૂખ સાથે કામ કરવા માટે તૈયાર છે. હવે જોઈએ છીએ કે તેની આ ઇચ્છા કેટલી ઝડપથી પૂરી થાય છે. ‘સેલ્યુટ’ નું શૂટિંગ ફેબ્રુઆરીથી શરૂ થશે.

Related image