મુંબઈ,
અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ સ્ટારર ફિલ્મ હાઉસફુલ 4 નું નવું ગીત ‘એક ચુમ્મા’ આજે રિલીઝ થયું છે. જો આપણે ગીત વિશે વાત કરીએ તો આ ગીતો ખૂબ જ કોમેડી છે. ગીતની શરૂઆત થાય છે – ઓ મેડમ બગલવાલી…. એક ચુમ્મા તો બનતા હૈ. ગીત એકદમ કોમેડી અને મનોરંજક છે. અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રીલીઝ કર્યું છે.
જણાવી દઈએ કે ગીતના ટીઝરને શેર કરતી વખતે લખ્યું કે, ‘પહેલા ટ્રેલરે ધમાલ મચાવી હવે એક ચૂમ્મા મચાવશે! આ ગીતમાં આ મલ્ટીસ્ટારર ફિલ્મના કલાકારો એક બીજાને કિસ કરતા જોવા મળે છે. આ આખા ગીતમાં અક્ષયનો ડ્રેસ અને અભિનય તમને હસાવશે.આ ફિલ્મમાં 6 સ્ટાર્સ છે, જે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આપને જણાવી દઈએ કે ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સનન, પૂજા હેગડે અને કૃતિ ખરબંડા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે સાથે તેમનો કોમેડી આખી ફિલ્મમાં સંપૂર્ણ જોવા મળશે
“હાઉસફુલ 4” સાજિદ નડિયાદવાલાના નડિયાદવાલા ગ્રેન્ડસન એંટરટેનમેંટ દ્વારા બનાવવામાં આવી છે, સાથે ફોક્સ સ્ટાર સ્ટુડિયો તેના સહ નિર્માતા તરીકે છે. ફરહાદ સંજીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 2019 ની દિવાળીમાં ફટાકડા ફોડવાની તૈયારીમાં છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
