Not Set/ ફિલ્મ ‘અંધાધૂંન’ના નિર્દેશક હવે સૈફ અલી ખાન સાથે બનાવશે ફિલ્મ…

મુંબઇ, બોલિવૂડના નવાબ સૈફ અલી ખાનની ફિલ્મ દિગ્દર્શક શ્રીરામ રાઘવન સાથે સારી બોન્ડિંગ રહી છે. બંને ઘણા સમયથી સાથે સંકળાયેલા છે અને કેટલીક ફિલ્મોમાં એક સાથે કામ પણ કર્યું છે. નવા અહેવાલો અનુસાર આ તથ્ય સામે આવ્યું છે કે એકવાર ફરીથી બંનેની જોડી રંગ જમવા માટે તૈયાર છે. એક અહેવાલ અનુસાર  આ બે સ્ટાર સાથે […]

Uncategorized

મુંબઇ,

બોલિવૂડના નવાબ સૈફ અલી ખાનની ફિલ્મ દિગ્દર્શક શ્રીરામ રાઘવન સાથે સારી બોન્ડિંગ રહી છે. બંને ઘણા સમયથી સાથે સંકળાયેલા છે અને કેટલીક ફિલ્મોમાં એક સાથે કામ પણ કર્યું છે. નવા અહેવાલો અનુસાર આ તથ્ય સામે આવ્યું છે કે એકવાર ફરીથી બંનેની જોડી રંગ જમવા માટે તૈયાર છે.

Related image

એક અહેવાલ અનુસાર  આ બે સ્ટાર સાથે મળીને કામ કરતા જોવા મળશે. શ્રીરામ હાલમાં બે સ્ક્રિપ્ટો પર કામ કરી રહ્યા છે. પહેલી સ્ક્રિપ્ટ પરમવીર ચક્રથી સમ્માનિત અરુણ  કેતરપાલ પર બનાશે. તો બીજી સ્ક્રીપ્ટ રોમાંચક ફિલ્મ હશે. સૈફ અને રાઘવન લાંબા સમય સુધી કામ કરવાની યોજના બનાવી રહ્યા હતા. સૈફ બંને સ્ક્રિપ્ટો પસંદ કરે છે. સૈફ અને રાઘવન બંને પ્રોજેક્ટમાં એક સાથે કામ કરશે.

Image result for shriram raghwan

રાઘવનની છેલ્લી ફિલ્મ ‘અંધાધુંન’એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. રાધિકા આપ્ટે અને આયુષ્માન ખુરાનાની જોડી લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં અવી છે. બોક્સ ઓફિસ પર મૂવીને સારી કમાણી કરી છે. સૈફ અલી ખાન વિશે વાત કરવામાં આવે તો તેમની ફિલ્મ ‘બાજાર’ આ વર્ષે રિલીઝ થઇ છે. ફિલ્મ કોઈ ખાસ કમાલ કરી શકી નથી.

Image result for saif ali khan

આ પહેલી વાર નથી જ્યારે બંને અભિનેતાઓ એક ફિલ્મ માટે એક સાથે જોડાયા છે. રાઘવનની  એક હસીના થી અને એજન્ટ વિનોદમાં પણ બંને પહેલા સાથે મળીને કામ કરી ચુક્યા છે. આ સિવાય, સૈફ લાંબી સમય પછી અજય દેવગન સાથે નજર આવવાના છે. ફિલ્મમાં, તે નકારાત્મક ભૂમિકા ભજવશે.