Not Set/ સલ્લુના ફેન્સ માટે ખૂશખબર, હિટ ફિલ્મ તેરે નામની બનશે સિક્વલ

બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને કેટલાક ફિલ્મની સિકવલ્સ અને રિમેક બનાવવાનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે અને બોલિવૂડના અનેક નિર્દેશકો આ ટ્રેન્ડને ફોલો કરી રહ્યા છે. હવે આ જ ટ્રેન્ડને બોલિવૂડના નામાંકિત નિર્દેશક સતીશ ફોલો કરવા જઇ રહ્યા છે. સતીશ ટૂંક સમયમાં સલમાનની સુપરહિટ ફિલ્મ તેરે નામની સિકવલ બનાવશે. વર્ષ 2003માં આવેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘તેરે […]

Uncategorized

બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને કેટલાક ફિલ્મની સિકવલ્સ અને રિમેક બનાવવાનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે અને બોલિવૂડના અનેક નિર્દેશકો આ ટ્રેન્ડને ફોલો કરી રહ્યા છે. હવે આ જ ટ્રેન્ડને બોલિવૂડના નામાંકિત નિર્દેશક સતીશ ફોલો કરવા જઇ રહ્યા છે. સતીશ ટૂંક સમયમાં સલમાનની સુપરહિટ ફિલ્મ તેરે નામની સિકવલ બનાવશે.

Satish kaushik

વર્ષ 2003માં આવેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘તેરે નામ’ની 16 વર્ષ બાદ સિક્વલ બનશે. સલમાન ખાન અને ભૂમિકા ચાવલા સ્ટારર ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર સતીશ કૌશિકે સિક્વલની વાત કન્ફર્મ કરી હતી. આ અંગે નિર્દેશક સતીશ કૌશિકે જણાવ્યું હતું કે, હું ‘તેરે નામ-2’ ફિલ્મ બનાવવાનો છું. આ ફિલ્મમાં લવ સ્ટોરી હશે. અત્યાર માટે હું આટલી જ માહિતી તમને આપી શકું તેમ છું.

File Photo

મીડિયાના અહેવાલ પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ ઉત્તર ભારતમાં થશે. જો કે, ‘તેરે નામ’ની સિક્વલમાં પણ સલમાન ખાન જ લીડ રોલ પ્લે કરશે કે નહિ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સતીશ અને સલમાન વચ્ચે ઘણો સારો બોન્ડ છે. હાલમાં જ તે બંનેએ ‘ભારત’ ફિલ્મમાં એકસાથે કામ કર્યું હતું. ઓરિજિનલ ફિલ્મના રાઇટર બાલા અને જૈનેન્દ્ર જૈન હતા. આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘સેતુ’ની રિમેક હતી. ‘તેરે નામ’ ફિલ્મમાં સલમાને કરેલી હેર સ્ટાઇલ ઘણી ફેમસ થઈ હતી. ઘણા વર્ષ સુધી લોકોએ એ હેર સ્ટાઇલની કોપી કરી હતી.

બોલિવૂડની આ હિટ ફિલ્મના ‘લગન લાગી’, ‘ઓઢની’ અને ‘તેરે નામ’ સિવાય બીજા સોન્ગ પણ હીટ રહ્યાં હતાં.