બોલીવુડની ‘મસ્તાની’ દીપિકા પાદુકોણે જન્મદિવસના એક દિવસ પહેલા ખાસ અંદાજમાં તેના બર્થડેનું સેલિબ્રેશન શરૂ કરી દીધું છે. દીપિકા પોતાનો 34 મો જન્મદિવસ 5 જાન્યુઆરી એટલે કે રવિવારે ઉજવવા જઈ રહી છે. જ્યારે તેણે શનિવાર સાંજથી જ તેના બર્થડેની ઉજવણી શરૂ કરી દીધી છે. દીપિકાએ પૈપરાઝી અને ફિલ્મ ‘છપાક’ ટીમ સાથે તેની પરી-બર્થડેની કેક કાપી.
પરંતુ દીપિકાની આ કેક કટીંગ દરમિયાન તેનો પતિ રણવીર સિંહ તેની સાથે જોવા મળતો નહોતો. દીપિકા એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન બર્થડે સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. તે તેની આગામી ફિલ્મ છપાકના પ્રમોશન દરમિયાન કેક કાપવામાં ઘણી મસ્તી કરતી જોવા મળી છે. તેની આ તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયા છે.
https://www.instagram.com/p/B65nqmOn-Yp/?utm_source=ig_embed
દીપિકા પાદુકોણ, વિક્રાંત મેસ્સી અને મેઘના ગુલઝાર મુંબઈમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા. પ્રમોશન દરમિયાન પૈપરાઝી તેની પાસે એક કેક લઈને આવ્યા. જેને તેણે કાપીને જન્મદિવસ બધાની સાથે ઉજવ્યો હતો.
https://www.instagram.com/tv/B65ghCfHKyx/?utm_source=ig_embed
આ સાથે જ બર્થ ડે પ્લાન વિશે વાત કરતા દીપિકાએ કહ્યું કે આ વર્ષે તેની કોઈ યોજના નથી. તે આ સમયે ફિલ્મના પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. સાથે તેને સરપ્રાઈઝ પણ પસંદ છે.
https://www.instagram.com/p/B65f7DvnjIn/?utm_source=ig_embed
આગામી ફિલ્મ છપાક વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ડાયરેક્ટર મેઘના ગુલઝાર છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
