Not Set/ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની તારીખ થઇ નક્કી : જાણો અહી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની તારીખ નક્કી થઇ ગઈ છે. કેટલાક મિડિયા રીપોર્ટસમાં આ બાબતે દાવો કરવામાં આવી રહ્યો છે. લગ્નની તારીખ થોડા દિવસ પહેલા જ નક્કી કરવામાં આવી છે. દિલચસ્પ વાત એ છે કે બે ત્રણ દિવસ પહેલા જ દીપિકાએ રણવીર સિંહના ફોટા પર “મારો” એવું લખીને પોતાના સંબંધો દુનિયા સામે સ્વીકાર્યા હતા. […]

Top Stories Entertainment

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની તારીખ નક્કી થઇ ગઈ છે. કેટલાક મિડિયા રીપોર્ટસમાં આ બાબતે દાવો કરવામાં આવી રહ્યો છે. લગ્નની તારીખ થોડા દિવસ પહેલા જ નક્કી કરવામાં આવી છે. દિલચસ્પ વાત એ છે કે બે ત્રણ દિવસ પહેલા જ દીપિકાએ રણવીર સિંહના ફોટા પર “મારો” એવું લખીને પોતાના સંબંધો દુનિયા સામે સ્વીકાર્યા હતા.

ખબર મળી છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન 10 નવેમ્બરના રોજ થવાના છે. બંનેના લગ્ન દક્ષીણ ભારતીય રીતી-રીવાજો મુજબ થશે. મળતી જાણકારી મુજબ બંને પરિવાર ઉદયપુરમાં ડેસ્ટીનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા હતા, પરંતુ કોઈ કારણોસર વાત આગળ વધી નહતી. જોકે, વિરાટ-અનુષ્કાની જેમ રણવીર-દીપિકા પણ મુંબઈમાં રીસેપ્શન પાર્ટી રાખશે.

વર્ષની શરૂઆતમાં ખબર આવી હતી કે રણવીર-દીપિકાએ  લંડનમાં એક બંગલો પણ ખરીદ્યો છે. ત્યારબાદ માર્ચમાં ખબર આવી હતી કે દીપિકા, રણવીર સિંહના માતા-પિતા સાથે  લંડન ગઈ જ્યાં તેને લગ્નની ખરીદી કરી હતી. દીપિકા પાદુકોણ પાસે હાલમાં એક જ ફિલ્મ છે જેનું શુટિંગ ઈરફાન ખાનના ઈલાજના કારણે પાછળ ઠેલાયું છે. જયારે રણવીર સિંહ હાલમાં હૈદરાબાદમાં ફિલ્મ સીમ્બાનું શૂટિંગ કરી રહ્યા છે.

થોડા દિવસો પહેલા દીપિકા એની માતા સાથે આભૂષણોની દુકાનમાં જોવા મળી હતી. ત્યારબાદ ફરી એક વાર રણવીર-દીપિકાના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. દીપિકાના નજીકના વ્યક્તિએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા જયારે રણવીર અને દીપિકા, શ્રીલંકા ગયા હતા, ત્યારે જ એમની સગાઇ થઇ ગઈ હતી. એ સમયે બંનેના પરિજનો ઉપસ્થિત હતા.

રણવીર અને દીપિકા પણ વિરાટ-અનુષ્કાની જેમ લગ્નની થીમ પર એક વિજ્ઞાપન શૂટ કરવાના છે. આમ તો દીપિકા-રણવીરના લગ્નને લઈને ઘણી ખબરો સામે આવી રહી છે પરંતુ બંનેએ ચુપ્પી સાધી રાખી છે. તેઓ બંને ના તો આ ખબરોની પુષ્ટિ કરે છે અને ના તો ખંડન કરે છે.