Not Set/ ટ્રોલ થવા પર હું બહુ ચિંતા નથી કરતી: દિશા પટણી

મુંબઇ, ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર દિશા પટની હવે સલમાન ખાન સાથે કામ કરવા જઇ રહી છે. તે એકપછી એક મોટી સફળતા મેળવી લેવાની દિશામાં આગળ વધી રહી છે. સલમાન ખાન સાથે ભારત ફિલ્મના ગીત સ્લો મોશન રજૂ કરવામાં આવ્યા બાદ તેની […]

Uncategorized

મુંબઇ,

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર દિશા પટની હવે સલમાન ખાન સાથે કામ કરવા જઇ રહી છે. તે એકપછી એક મોટી સફળતા મેળવી લેવાની દિશામાં આગળ વધી રહી છે. સલમાન ખાન સાથે ભારત ફિલ્મના ગીત સ્લો મોશન રજૂ કરવામાં આવ્યા બાદ તેની લોકપ્રિયતા વધી રહી છે. સલમાન સાથે તેની કેમિસ્ટ્રી પણ જોરદાર દેખાઇ રહી છે.

Related image

દિશા સોશિયલ મિડિયા પર વધારે સક્રિય રહે છે. તે પોતાના સેક્સી ફોટો હમેંશા શેયર કરતી રહે છે. તેની જોરદાર પ્રશંસા થઇ રહી છે. હોટ ફોટોને લઇને સોશિયલ મિડિયામાં યુઝર્સ દિશાને લઇને જેમ તેમ નિવેદન કરે છે. જો કે દિશા ક્યારેય કોઇ જવાબ  આપતી નથી. દિશા પટની  વારંવાર ટ્રોલ થતી રહે છે. દિશાએ કહ્યું છે કે તે હંમેશા પોઝિટીવ બાબતો પર વિચારણા કરે છે.

Related image

દિશાએ પોતાના ચાહકોને કહ્યુ છે કે તેઓ કઇ રીતે સોશિયલ મિડિયા તેની સાથે જોડાઇ શકે છે. દિશાએ કહ્યુ છે કે તે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ  કરે છે. તેની સાથે તે સારી રીતે જોડાઇ શકે છે.

દિશા પટનીએ ખુબ શાનદાર ભૂમિકા અદા કરીને તમામનું ધ્યાન ખેંચી રહી છે. તેની પાસે હાલમાં નવી નવી ફિલ્મોની ઓફર આવી રહી છે.

Image result for disha patani troll

દિશા ચાહકો પાસેથી ફરી સારા ફિડબેક લેવા માટે ઇચ્છુક છે. બોલિવુડમાં હાલમાં રહેલી તમામ અભિનેત્રી કરતા દિશા સૌથી વધારે ચર્ચામાં રહી છે. દિશા પટનીની  બોલબાલા વિશ્વમાં પણ વધી રહી છે. દિશા બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મમાં પણ કામ કરવા માટે ઇચ્છુક છે. દિશા માટે બોલિવુડમાં પગ જમાવવા માટેની બાબત હવે મુશ્કેલ નથી. તેનુ કહેવુ છે કે બોલિવુડમાં તે તમામ મોટા સ્ટાર અને નિર્માતા નિર્દેશકો સાથે કામ કરી રહી છે.