મુંબઇ,
આમીર ખાનની ફિલ્મ ‘દંગલ’ થી લાઈમલાઈટમાં આવેલ ફાતિમા સના શેખ ઘણીવાર ચર્ચામાં આવતી રહે છે. ફાતિમાની છેલ્લી ફિલ્મ, ઠગ્સ ઓફ હિંદુસ્તાન, પણ આમીર ખાન સાથે જ કરી હતી. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લૉપ સાબિત થઈ. ફાતિમા હાલમાં અનુરાગ બાસુની મલ્ટી-સ્ટારર ફિલ્મમાં વ્યસ્ત છે ફિલ્મમાં તેઓ રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરશે.

હવે સમાચાર એ છે કે ફાતિમાને તાંત્રિક નામની ફિલ્મની ઓફર કરવામાં આવી છે, જેમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. અહેવાલો અનુસાર, અભિષેક બચ્ચનની અગાઉ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ ફિલ્મને નકારી દીધી હતી. આ ફિલ્મ પવન કૃપલાની દ્વારા નિર્દેશિત છે. આ કોમેડી ફિલ્મમાં સૈફ અને ફાતિમાની જોડીને નક્કી માનવામાં આવી રહી છે.

હાલ તો, ફાતિમા અનુરાગ બાસુના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. ફિલ્મનું નામ હજી નક્કી થયું નથી. અનુરાગ બાસુ પાસે આ ફિલ્મમાં મેટ્રો સિટીની કુલ 4 વાર્તાઓ હશે, જે એક પેરેલર પર ચાલશે. ફાતિમાને આ સમયે હિટ ફિલ્મની જરૂર છે કારણ કે તે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફ્લોપ થયા પચે તે એખુબ જ પરેશાન થઇ ગઈ હતી.

