મુંબઇ,
અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ ‘2.0’ નું પ્રથમ વીકેન્ડ ચાર દિવસો જ મળ્યા કારણ કે આ ફિલ્મ ગુરૂવારે જ રિલીઝ કરાઈ હતી. હિન્દી વર્ઝનનું પહેલું વીકેન્ડ પર શાનદાર પ્રદર્શન કર્યું અને સોમવારના દિવસે આ ફિલ્મ સો કરોડ ક્લબમાં શામિલ થઇ જશે.

આ ફિલ્મે પહેલો દિવસ 19.50 કરોડ રૂપિયા કલેક્શનથી શરૂઆત કરી હતી. બીજા દિવસે કલેક્શન 17.50 કરોડ. ત્રીજે દિવસે એટલે કે શનિવારે કલેક્શનમાં શાનદાર રહ્યું અને આ 24 કરોડ સુધી પહોંચ્યા. ચોથું દિવસ કલેક્શનમાં ભારે ઉછાળ જોવા મળ્યો અને આ દિવસે ફિલ્મ 34 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. ચાર દિવસમાં ફિલ્મે કુલ 95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
દક્ષિણ ભારતમાં પણ આ ફિલમે અદભૂત પ્રદર્શન કરી રહી છે. ફક્ત ચેન્નઈમાંથી જ ચાર દિવસમાં આ ફિલ્મ 10.09 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું તેલુગુ વર્ઝન પણ અદ્ભુત પ્રદર્શન કરે છે અને ચાર દિવસમાં ગ્રોસ કલેક્શન 50 કરોડ રૂપિયા પાર જઈ ચુક્યું છે. તો વિદેશમાં પણ ફિલ્મસારું પ્રદર્શન કરી રહી છે.

