મુંબઇ
પોતાની આગામી ફિલ્મ સુઈધાગાના પ્રમોશનમાં વ્યસ્ત બોલીવુડના હેન્ડસમ હંક વરુણ ધવનના પ્રશંસકોની સંખ્યા ઓછી નથી. સતત સફળ ફિલ્મો આપનાર વરુણ પોતાને સુપરસ્ટારના લેબલથી દૂર રાખવા માંગે છે. સુપરસ્ટાર જેવા શબ્દથી તે દૂર રહેવાનુ પસંદ કરે છે.

વરુણે જણાવ્યુ કે, બધુ જ ગ્લોબલ થઈ ગયુ છે જેથી હવે મારે મારી ફિલ્મોનો સ્તર વધારવો છે. મને પરિવાર સાથે બેસીને જોવા લાયક ફિલ્મો કરવી જ ગમે છે. હું પોતાને સ્ટાર કે સુપરસ્ટાર નથી માનતો. હું પોતાના માટે આ શબ્દના પ્રયોગથી બચવા માંગુ છું.

વરુણ ધવનનુ માનવુ છે કે ખરા સુપરસ્ટારનુ સ્ટારડમ તેણે બાળપણમાં બહુ જાયુ છે. સલમાન ખાન અને સંજય દત્ત જેવા કલાકારો માટે લોકોનો ક્રેઝ જોવા જેવો હતો. પોતાની અત્યાર સુધીની સફળ કારકિર્દી અંગે વાત કરતા વરુણે જણાવ્યુ કે, અત્યાર સુધી મેં 11 ફિલ્મોમાં કામ કર્યુ છે અને જે મને સફળતા મળી છે તેનાથી હું ખુશ છું.

જ્યારે સફળતા મળે છે તો જવાબદારી પણ આપો આપ વધી જતી હોય છે. જવાબદારી એ હોય છે કે હવે તમારે વધુ સારુ કામ કરીને દર્શકોનુ મનોરંજન કરવાનુ છે. સમયની સાથે સિનેમા પણ બદલાઈ ગયુ છે. હવે સિનેમા જાવાના બહુ બધા ઈન્ટરનેટ પર પ્લેટફોર્મ આવી ગયા છે. મહત્વનુ છે કે, પોતાની આગામી ફિલ્મ સુઈધાગામાં વરુણ અનુષ્કા સાથે રોમાન્સ કરતો નજરે પડશે.
