Not Set/ Isha Ambani Wedding: ઇશા અંબાણીના લગ્ન, જુઓ દુલ્હા-દુલ્હનના ફોટો

મુંબઇ, દેશના સૌથી અમીર પુરુષ મુકેશ અંબાણીની એકની એક દિકરી ઇશા અંબાણી બુધવારના રોજ લગ્નના બંધનમાં બંધાય ચુકી છે. ઇશાના લગ્ન પિરામલ ગ્રુપના એગ્જિક્યુટીવ ડાયરેક્ટર આનંદ પિરામલ સાથે થયા છે. આ ગ્રાન્ડ લગ્નમાં દેશ-વિશ્વની અનેક હસ્તિઓ સામિલ થયા. ત્યાં, બીજી બાજુ ઇશા અને આનંદ એટલા સુંદર લાગતા હતા કે આ દુલ્હા-દુલ્હનની જોડી પરથી કદાચ જ […]

Top Stories Trending Entertainment

મુંબઇ,

દેશના સૌથી અમીર પુરુષ મુકેશ અંબાણીની એકની એક દિકરી ઇશા અંબાણી બુધવારના રોજ લગ્નના બંધનમાં બંધાય ચુકી છે. ઇશાના લગ્ન પિરામલ ગ્રુપના એગ્જિક્યુટીવ ડાયરેક્ટર આનંદ પિરામલ સાથે થયા છે. આ ગ્રાન્ડ લગ્નમાં દેશ-વિશ્વની અનેક હસ્તિઓ સામિલ થયા. ત્યાં, બીજી બાજુ ઇશા અને આનંદ એટલા સુંદર લાગતા હતા કે આ દુલ્હા-દુલ્હનની જોડી પરથી કદાચ જ કોઈની નજર હટી હોય.

અહીં જુઓ દુલ્હા-દુલ્હનની સુંદર તસ્વીરો…

ઇશા અને આનંદ ખુબજ સુંદર લાગી રહ્યા હતા. આ લગ્ન અંબાણીના નિવાસ સ્થાન ઘર ‘એન્ટીલિયા’માં થયા હતા. 27 ફ્લોરના આ ઘરને અત્યંત સુંદર લાલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

આ ફોટામાં આ જોડી એકબીજાનું અભિવાદન કરી રહ્યા છે. આ હાઈપ્રોફાઈલ લગ્નમાં નિકટની હસ્તિઓ હાજર રહ્યા.

દુલ્હા-દુલ્હન સ્ટેજ પર બેઠા છે અને લગ્નની વિધિઓ ચાલી રહી છે.  તેમના લગ્ન દરમિયાન એન્ટિલિયાના ચાર બાજુ સલામતીની કડક વ્યવસ્થા હતી.

આ તસ્વીર પણ લગ્નની વિધિઓ નિભાવી રહ્યા છે ત્યારની છે. ઇશા પાસે તેમની માતા નીતા અંબાણી બેઠેલા દેખાય છે. જણાવીએ કે મુકેશ અંબાણીની દીકરીના લગ્નમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીથી લઇને હિલરી ક્લિંટન જેવી હસ્તિઓ પહોંચ્યા. આ લગ્નમાં સંપૂર્ણ બોલિવૂડ જોવા મળ્યું.