મુંબઇ,
કોમેડિયન કપિલ શર્મા અને ગીન્ની ચતરથના આજે લગ્ન કરી રહ્યા છે. લગ્નની બધી જ તૈયારીઓ થઇ ચુકી છે. કપિલના મિત્ર કૃષ્ણા અભિષેક, સુમોના ચક્રવર્તી, રાજીવ ઠાકુર અંને સિંગર રિચા શર્મા પણ લગ્નમાં સામિલ થવા માટે આવ્યા છે. બધાએ કપિલ સાથે ગ્રુપ ફોટોશૂટ પણ કરાવ્યું. આ દરમિયાન કપિલ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે અને આ ફોટો સોશિઅલ મીડિયા પર છવાયેલા છે.
લાઇવ થશે લગ્ન…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલના લગ્નને યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર લાઇવ કરવામાં આવશે. કપિલના મિત્રોએ આની બધી જ તૈયારીઓ કરીને રાખી છે. જો આવુ થયું તો કપિલના ચાહકો આ લગ્નને લાઇવ જોઈ શકશે.
લગ્નમાં 100 કરતા વધુ હશે વ્યંજન…
સુત્રોના જણાવ્યા મુજબ કપિલના લગ્નમાં વેજ અને નોન વેજ બંને રીતની ડીશીઝ હશે. લગ્નમાં પંજાબી ફૂડ સિવાય 100થી વધુ વ્યંજન પણ પરોસવામાં આવશે.
ચુસ્ત સુરક્ષા…
કપિલ તેમના લગ્નમાં સિક્યોરિટીનું પૂરું ધ્યાન રાખી રહ્યા છે. કપિલે તેમના લગ્નનું જે કાર્ડ મોલ્યું છે તેમાં એક સ્માર્ટકાર્ડ પણ અટેચ કર્યું છે. આ સ્માર્ટકાર્ડને સ્કેન કર્યા પછી ગેસ્ટને એન્ટ્રી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ જ રીતની વ્યવસ્થા દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નમાં પણ કરવામાં આવી હતી. કપિલે લગ્નમાં સિક્યોરિટી વ્યવસ્થા પર 15 લાખ કરતા પણ વધુ રૂપિયા ખર્ચ કર્યા છે.
ક્યાં અને ક્યારે હશે રિસેપ્શન….
લગ્ન પછી કપિલ તેના હોમઆઉટ અમૃતસરમાં 14 ડીસેમ્બરના રોજ રિસેપ્શન પાર્ટી આપશે. જેના તેમના પરિવારના લોકો હાજર રહશે. ઇન્ડસ્ટ્રીના ફેન્ડ્સ માટે 24 ડીસેમ્બરના રોજ મુંબઇમાં રિસેપ્શન પાર્ટી આપશે.
