Not Set/ દબંગ 3 આઉટ થયેલી મલાઇકા કહે છે આઇટમ સોંગથી લેબલના લાગે

મુંબઇ, અભિનેત્રી મલાઇકા અરોરા ખાને કહ્યુ છે કે આઇટમ નંબર ટેગ અને લેબલ લગાડતા નથી. મલાઇકાના આઇટમ સોંગે વિતેલા વર્ષોમાં ભારે ધુમ મચાવી છે. મુન્ની બદનામ હુઇ જેવા તેના આઇટમ સોંગ આજે પણ ધુમ મચાવે છે. આ તમામ આઇટમ સોંગના કારણે મલાઇકા અરોરા ખાન ઘણી જાણીતી થઇ હતી. મલાઇકાની ઓળખ એક શાનદાર આઇટમ ગર્લ તરીકે […]

Uncategorized

મુંબઇ,

અભિનેત્રી મલાઇકા અરોરા ખાને કહ્યુ છે કે આઇટમ નંબર ટેગ અને લેબલ લગાડતા નથી. મલાઇકાના આઇટમ સોંગે વિતેલા વર્ષોમાં ભારે ધુમ મચાવી છે. મુન્ની બદનામ હુઇ જેવા તેના આઇટમ સોંગ આજે પણ ધુમ મચાવે છે. આ તમામ આઇટમ સોંગના કારણે મલાઇકા અરોરા ખાન ઘણી જાણીતી થઇ હતી. મલાઇકાની ઓળખ એક શાનદાર આઇટમ ગર્લ તરીકે થવા લાગી છે.

Image result for malaika arora

જો કે મલાઇકા અરોરા ખાનને હવે સલમાનની દબંગ-૩ ફિલ્મ માટે લેવામાં આવી નથી કારણ કે તેનું અરબાઝ સાથેનું લગ્ન તુટી ગયું છે. દબંગ સિરિઝની પ્રથમ ફિલ્મમાં તે છવાયેલી રહી હતી.

Related image

મલાઇકા અરોરા ખાને કહ્યુ છે કે વિતેલા વર્ષોમાં જ્યારે આઇટમ સોંગની પસંદગી કરી ત્યારે પહેલા ફિલ્મની પટકથાને પણ સમજી લીધી હતી. તેના આધાર પર  આઇટમ સોંગને તૈયાર કરવામાં આવ્યા હતા. તેનુ કહેવું છે કે તે જેટલા પણ આઇટમ સોંગ કરી ચુકી છે તે પૈકી તેને પોતાને પણ આ તમામ સોંગ ખુબ પસંદ છે. જેના કારણે તે યુવા અભિનેત્રીઓને પણ સલાહ આપવા માંગે છે કે આઇટમ સોંગના કારણે ક્યારેય કોઇ ટેગ કે લેબલ લાગતા નથી.Image result for malaika arora

હાલના દિવસોમાં મલાઇકા અર્જુન કપૂર સાથે નજરે પડે છે. અર્જુન કપૂર સાથે તેના પ્રેમ સંબંધોની ચારેબાજુ ચર્ચા જોવા મળી રહી છે. આના કારણે સોશિયલ મિડિયામાં પણ ચર્ચા છે. આજકાલ દરેક પાર્ટીમાં અર્જુન મલાઇકા અરોરાની સાથે જોવા મળી રહ્યો છે.અર્જુન અને મલ્લાઇકાના સંબંધો ખુલ્લે આમ થઇ ગયા છે.