સુપરહીટ મરાઠી ફિલ્મ ‘ સૈરાટ ‘ ની હિન્દી રીમેક ‘ધડક’ની રિલીઝ ડેટ ફાઇનલ થઈ ચુકી છે. આ ફિલ્મ 20 જુલાઈ 2018ના રોજ રિલીઝ થશે.
કરણ જોહરની ફિલ્મ ધડકથી ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યા છે.
ધડક ફિલ્મમાં ઈશાન અને જાહ્નવી વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળશે.
https://twitter.com/karanjohar/status/954593040093495296?ref_src=twsrc%5Etfw&ref_url=http%3A%2F%2Fsandesh.com%2Ffilm-dhadak-release-date-20-july-2018%2F
આજે કરણ જોહરે તેના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું હતુ. આ પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટ નોંધવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ સફળ રહી હતી અને તેના કલાકારોના વખાણ પણ ખૂબ થયા હતા. તો હવે જોવાનું એ રહ્યુ કે, ઈશાન અને જાહ્નવીની એક્ટિંગ આ ફિલ્મમાં કેવી હશે અને તેઓ ફિલ્મ દ્વારા ચાહકોના દિલ જીતી શકશે કે નહિ !
મહત્વનું છે કે, ઈશાન ખટ્ટર બાળ કલાકાર તરીકે ‘વાહ ! લાઈફ હો તો ઐસી’ ફિલ્મમાં કામ કરી ચુક્યો છે. પરંતુ તે મુખ્ય ભૂમિકામાં હોય તેવી આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે.
જ્યારે શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરની આ પહેલી હશે જેમાં તે અભિનય કરશે.
ફિલ્મની શૂટિંગ ડિસેમ્બર માસથી રાજસ્થાનમાં ચાલી રહી છે. શૂટિંગની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવી છે.
‘ ધડક ‘ ફિલ્મને શશાંક ખેતાન ડીરેક્ટ કરી રહ્યા છે.
