Not Set/ બ્રેકઅપ બાદ પહેલીવાર નેહા કક્કડે આપ્યો આવો ખુલાસો

મુંબઈ, જાણીતી ગાયિકા નેહા કક્કડે તેના બોય ફ્રેન્ડ સાથે બ્રેક અપ થયા પછી પહેલીવાર તેના રિલેશન પર ખુલીને વાત કરી છે.થોડો  સમય પહેલા સિંગર નેહા કક્કડે તેના બોયફ્રેન્ડ હિમાંશુ કોહલી સાથે બ્રેકઅપ થયુ છે. આ સંબંધને લઈને નેહા ખુબજ ગંભીર હતી પરંતુ હિમાંશુ સાથે રિલેશન તૂટી જવાથી નેહા સંપૂર્ણપણે ભાંગી પડી હતી પણ હવે નેહાએ […]

Uncategorized
મુંબઈ,
જાણીતી ગાયિકા નેહા કક્કડે તેના બોય ફ્રેન્ડ સાથે બ્રેક અપ થયા પછી પહેલીવાર તેના રિલેશન પર ખુલીને વાત કરી છે.થોડો  સમય પહેલા સિંગર નેહા કક્કડે તેના બોયફ્રેન્ડ હિમાંશુ કોહલી સાથે બ્રેકઅપ થયુ છે.
આ સંબંધને લઈને નેહા ખુબજ ગંભીર હતી પરંતુ હિમાંશુ સાથે રિલેશન તૂટી જવાથી નેહા સંપૂર્ણપણે ભાંગી પડી હતી પણ હવે નેહાએ ભૂતકાળને ભુલીને આગળ વધવાનું વિચાર્યુ છે
નેહાએ બ્રેકઅપના ગમને  ભુલાવવા ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે મન મુકીને હસી રહી છે. સાથે સાથે એક મેસેજ લખ્યો છે જેમાં તેણે લખ્યું છે કે  #PositiveVibesOnly #Happy

નેહાએ ખાસ મેસેજ આપ્યો છે કે સકારાત્મક જીવન હંમેશા પોઝિટીવ વિચારો ફેંકે છે. નેહા એમ પણ કહે છે કે જ્યારે પણ સંબંધ બગડે  ત્યારે તૂટવું ન જોઈએ. આગળ નીકળી જવું જોઈએ.
 નેહાનો આ મેસેજ તેના એક્સ બોયફ્રેન્ડ હિમાંશુ કોહલી પર કટાક્ષ કરતા સિંગરે ટ્વિટર પર એક જૂનો ફોટો શેર કર્યો છે. જેમાં તે દિલ ખોલીને હસતી જોવા મળે છે. કેપ્શનમાં લખ્યુ છે કે જો તમે કોઈને ઉદાસ જૂઓ તો તેને પણ તમારી સ્માઈલ આપો.
બ્રેકઅપ પછી નેહા હિંમાશુ સાથે વાત નથી કરવા ઈચ્છતી. નેહાએ એક ઈન્ટરવ્યૂમાં તેની દિલની વાત કહી હતી. તેણે કહ્યુ કે હિંમાશુ સાથે વાત જ નથી કરવા માંગતી હવે આ સંબંધ પૂરો થઈ ચુક્યો છે આ અંગે કશુ કહેવું નથી. સિંગરે પોતાના એક્સને ઓળખવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. નેહાએ કહ્યુ કોણ છે હિંમાશુ? તમે કોની વાત કરી રહ્યા છો? હું કોઈ હિંમાશુને જાણતી નથી.