Not Set/ સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીએ આ ફિલ્મમાંથી 20 સીનો કાપવા પડશે

 મુંબઈ, ગોવિંદાની આગામી ફિલ્મ રંગીલા રાજા પર સેન્સરની કાતર ફરી શકે છે.જોવાની ખૂબી એ છે કે રંગીલા રાજાના નિર્માતા પહેલાજ નિહલાની છે અને તેઓ અગાઉ સેન્સર બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે.પહેલાજ નિહલાની જ્યારે સેન્સર બોર્ડના અધ્યક્ષ હતા તે સમયે અનેક ફિલ્મો પર સેન્સરશિપ લાદવા અને તેમાં કટ કરાવવા માટે જાણીતા હતા. હાલ સેન્સર બોર્ડના અધ્યક્ષ […]

Uncategorized

 મુંબઈ,

ગોવિંદાની આગામી ફિલ્મ રંગીલા રાજા પર સેન્સરની કાતર ફરી શકે છે.જોવાની ખૂબી એ છે કે રંગીલા રાજાના નિર્માતા પહેલાજ નિહલાની છે અને તેઓ અગાઉ સેન્સર બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે.પહેલાજ નિહલાની જ્યારે સેન્સર બોર્ડના અધ્યક્ષ હતા તે સમયે અનેક ફિલ્મો પર સેન્સરશિપ લાદવા અને તેમાં કટ કરાવવા માટે જાણીતા હતા.

હાલ સેન્સર બોર્ડના અધ્યક્ષ પદે જાણીતા ગીતકાર પ્રસૂન જોષી છે.જો કે વર્તમાન સેન્સર બોર્ડે કેટલાંક સીન કટ કરવાનું કહ્યું છે તે તેમને પસંદ આવ્યું નથી. રંગીલા રાજા ફિલ્મમાં 20 સીન કાપવા પડશે.જો કે પહલાજ નિહલાનીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આ સીનો નહીં કાપવાની દાદ માંગી છે.

પહલાજ નિહલાની અગાઉ સેન્સર બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે ઉડતા પંજાબ અને અન્ય ફિલ્મોને લઈને તેઓ ખૂબ જ વિવાદમાં રહ્યા હતા. હવે જ્યારે સેન્સર બોર્ડે પહલાજ નિહલાનીની આગામી ફિલ્મ રંગીલા રાજામાંથી કેટલાંક સીનો કાપવા જણાવ્યું છે.

પહલાજ નિહલાનીએ કહ્યું કે મારી ફિલ્મ પર જે રીતે સેન્સર બોર્ડે પ્રતિક્રિયા આપી છે, તે નિરાશાજનક છે. હું એવી ફિલ્મો કરું છું કે જેમાં સેન્સરને કોઈ આપત્તિ હોય નહીં.

રંગીલા રાજા ફિલ્મ સાથે લગભગ 25 વર્ષ બાદ ગોવિંદા અને પહલાજ નિહલાની સાથે રૂપેરી પડદે પરત આવી રહ્યા છે. આ ફિલ્મને સેન્સર બોર્ડમાં 40થી વધારે દિવસ સુધી રોકી રાખવામાં આવી અને તે મુદ્દે પણ નિહલાનીએ દુશ્મની નિકાળી રહ્યા છે તેવી વાત કરી હતી. પહલાજ નિહલાનીએ સાથે તેવું પણ કહ્યું કે આમિર ખાન અને પ્રસૂન જોષી મિત્રો છે માટે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મને સેન્સર બોર્ડે તરત જ પાસ કરી દીધી.