બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા સલમાન ખાનની ફિલ્મ રાધેમાં નકારાત્મક પાત્ર ભજવતો જોવા મળશે. ફિલ્મના શૂટિંગ દરમિયાન રણદીપને ઈજા થઈ છે. રણદીપ એક એક્શન સીન કરી રહ્યો હતો. જે દરમિયાન તેને ઈજા પહોંચી હતી.
સેટ પર રણદીપને ઈજા થતાં જ કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના બે દિવસ પહેલા બની હતી. હવે રણદીપ હોસ્પિટલથી પાછો ફર્યો છે અને તેની તબિયત પણ સારી છે.
https://www.instagram.com/p/B5kwxAqB0an/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે સલમાન ખાને એક્શન સિક્વન્સ ડિઝાઇન કરવા માટે એક ખાસ કોરિયન સ્ટંટ ટીમને સાઇન કરી છે. આ ફિલ્મમાં 4-5 એક્શન સીન જોવા જોવા મળશે. આ સાથે સલમાન ખાન અને રણદીપ હુડ્ડા વચ્ચે શર્ટલેસ ફાઇટ સીન હશે.
https://www.instagram.com/p/B4UUEFZlXmV/?utm_source=ig_embed
સલમાન ખાનની રાધે આવતા વર્ષે ઇદ પર રિલીઝ થશે. દિશા પાટની અને જેકી શ્રોફ પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. પ્રભુદેવ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણદીપ હુડ્ડા ટૂંક સમયમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાનની સાથે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘આજ કલ’માં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
