મુંબઇ,
બોલિવૂડ ખિલાડી અક્ષય કુમારે ગોવામાં ચાલી રહેલ 49 આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં કહ્યું કે જો તેમના જીવન પર ક્યારે પણ ફિલ્મ બનાવામાં આવે તો રણવીર સિંહ તેમની ભૂમિકા નિભાવે.
આ સમહરો દરમિયાન જ્યારે કરણ જોહરે અક્ષય કુમારને પૂછ્યું કે તેઓ તેમની બાયોપિકમાં કોને તેમનો કિરદાર નિભાવતા જોવા માંગે છે. અક્ષય કુમારે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે તેઓ રણવીર સિંહને તેમની બાયોપિકમાં તેમનો રોલ નિભાવતા જોવા માંગે છે.

અક્ષય કુમારના આ જવાબ પછી કરણ જોહરે કહ્યું કે તેઓએ અક્ષય કુમારને લઈને ક્યારે પણ કોઈ ફિલ્મ બનાવી નથી પરંતુ હવે તેઓ બનવા ઈચ્છે છે. કરણે એ પણ કહ્યું કે અક્ષય કુમાર જો એકવાર રણવીર સિંહને એકવાર બાયોપિકમાં રોલ નિભાવનું કહે તો તે તરત જ તૈયાર થઇ જશે.
કરણ જોહરે વધુમાં એ પણ જણાવ્યું કે અક્ષય કુમારની ભૂમિકા માટે રણવીર સિંહ એકદમ સારી પસંદ છે. જણાવીએ કે રણવીર સિંહની આગામી ફિલ્મ ‘સિમ્બા’ 2018ના અંત સુધી રિલીઝ થવાની છે. તો અક્ષય કુમાર ‘હાઉસફુલ’માં વ્યસ્ત છે.
