મુંબઈ
બોલીવુડની જાણીતી એક્ટ્રેસ કરીના કપૂર અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. ત્યારે હવે તે તેના નવી તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયામાં કરીના ટ્રોલર્સના નિશાના પર જોવા મળી રહી છે. કરીનાની તસ્વીરો જોઇને તેના ફેન્સે તેને સલાહ આપી રહ્યા છે અને આ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર કરીનાને ટ્રોલ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે, કરીનાની આ ફોટો એક્ટ્રેસ અમૃતા અરોરા અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કાર્ય હતા. આ તસ્વીરોમાં કરીના ખુબજ પાતળી દેખાઈ રહી છે. જેના કારણે તેના ફેન્સે તેને સલાહ આપી રહ્યા છે.

કરીનાનો આ લુક તેના ફ્રેન્સને જરા પણ પસંદ નથી આવ્યો. આ તસ્વીર સિંગાપુરમાં યોજવામાં આવેલ રેમ્પ વોકની છે. કરીના અને તેના સાથે બીજી ઘણી એક્ટ્રેસ આ રેમ્પ વોકમાં સામીલ હતી પરંતુ કરીનાની તસ્વીરો જ લોકોને પસંદ નથી આવી.

આવો જાણીએ કે કરીનાની તસ્વીરો જોઇને તેના ફેન્સે શું જણાવ્યું
કરીનાને તેના ઘણા ફેન્સે સલાહ આપી કે કરીના સમયસર જમવાનું રાખો.

એક ફેન્સે તો કહ્યું કે, કરીના જમવામાં ધ્યાન આપો

ત્યાં બીજાએ જણાવ્યું કે, કરીના કંકાલ જેવી લાગી રહી છે.
અન્ય એક વ્યક્તિએ લખ્યું છે, કરીના પાતળી દેખાવા માટે શાયદ ટ્રીટમેંટ કરાવી રહી છે.

કરીનાની આ તસ્વીર જોઇને એક ફેન્સે તો કરીના કુપોષિત પણ કહી.

એક્ટર કાર્તિક આર્યને કરીના સાથે રેમ્પ વોક કર્યું હતું.


