મુંબઇ
બોલિવૂડની ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી કૃન્દ્રાએ ટ્વીટર પર એક પોસ્ટર શેર કર્યું છે જેમાં શિલ્પા મહાભારતની દ્રોપદીના રૂપમાં જોવા મળી રહી છે. શિલ્પા એક રેડિયો શો મહાભારતમાં દ્રોપદીનો અવાજ બની છે.
મહાભારત ફિવર એફએમનો એક નવો શો છે જે સોમવારથી લઈને શુક્રવારે સવારે 7 વાગ્યે અને બપોરે 1 વાગ્યે પ્રસારિત થશે. શિલ્પાએ પોતાના એક પોસ્ટર સાથે ટ્વીટ કર્યું કે વધુ એક નવું કિરદાર નિભાવવા માટે ખુબ જ ઉત્સાહિત છું. આ વખતે માત્ર મને સાંભળો.

શિલ્પાના સાથે સાથે શત્રુઘ્ન સિન્હા, વિવેક ઓબોરોય, સંજય દત્ત અને શક્તિ કપૂર જેવા નામ આ રેડિયો મહાભારતના ભાગ છે. શક્તિ કપૂરે એક ઈન્ટરવ્યુમાં આ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે હું હેરાન હતો કે આ શો કેટલા લોકો સુધી પહોંચે છે માત્ર અવાજના માધ્યમથી.
આ રેડિયો મહાભારતમાં સંજય દત્ત, ધર્મરાજ યુધિષ્ઠિર, શત્રુઘ્ન સિન્હા ભીષ્મ પિતામહ, વિવેક ઓબોરોય ભગવાન કૃષ્ણ અને શક્તિ કપૂર શકુની મામાનો અવાજ બનશે.
