મુંબઇ,
ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપૂર અને પુત્રી સોનમ કપૂરને લઇને ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ હવે પુર્ણાહુતિના આરે છે. ફિલ્મમાં અનિલ કપૂર અને સોનમ કપૂરની ભૂમિકા છે. ફિલ્મ પહેલી ફેબ્રુઆરી 2019ના દિવસે રિલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મનુ નામ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ રાખવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને વિધુની બહેન શૈલી ચોપડા નિર્દેશન કરી રહી છે. આ સંબંધમાં વાત કરતા વિધુ વિનોદ ચોપડાએ વિગત આપતા કહ્યુ છે કે આ એક ખુબ મોટી બાબત છે. તે આને લઇને ખુબ ઉત્સાહિત છે.
અનિલ કપૂરની સાથે ફિલ્મને લઇને તેઓ પહેલાથી જ આશાવાદી હતા. અનિલ કપૂર અને સોનમ એક સાથે કામ કરી રહ્યા છે. અનિલ કપૂર તો વિતેલા વર્ષોમાં સુપર સ્ટાર તરીકે હતો. તેની બોલબાલા સમગ્ર ભારતમાં જોવા મળી હતી. તે વિતેલા વર્ષોમાં રામ લખન, કર્મા, ઇશ્વર જેવી અનેક ફિલ્મ કરી ચુક્યો છે.

તો બીજી બાજુ સોનમ કપૂર હાલમાં યુવા પેઢીમાં લોકપ્રિય અભિનેત્રી છે. સોનમ કપૂર અને અનિલ કપૂરની ફિલ્મને લઇને હજુ સુધી નામનની જાહેરાત કરવામાં આવી હતી. સોનમ કપૂર બોલિવુડમાં મોડલિંગને લઇને પણ લોકપ્રિય રહી છે. સોનમ કપૂરે બોલિવુડ કેરિયરની શરૂઆત સાવરિયા મારફતે કરી હતી. આ ફિલ્મ મારફતે જ રણબીરે પણ પોતાનું કરિયર શરૂ કર્યું હતું.
સોનમ કપૂરને આખરે પિતા અનિલ કપૂર સાથે ફિમ મળતા તે ગર્વ અનુભવ કરી રહી છે. તેનુ કહેવુ છે કે પિતા સાથે તે કામ કરીને ખુશ છે. ફિમમાં તેની સાથે રાજકુમાર રાવની પણ મુખ્ય ભૂમિકા રહેલી છે. ફિલ્મને લઇને ઝડપથી છેલ્લા તબક્કાનુ કામ ચાલી રહ્યુ છે. ફિલ્મ નિર્માણની પ્રક્રિયા થોડીક જ બાકી છે.
