મુંબઈ
સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ ‘પેટ્ટા’નુ મોશન પોસ્ટર રીલીઝ કરી દેવામાં આવ્યુ છે. પોસ્ટરમાં ફરી એકવાર રજનીકાંત નવા અંદાજમાં જોવા મળી રહ્યા છે. તે જ સ્ટાઈલ, તે જ અંદાજમાં રજનીકાંત જોવા મળી રહ્યા છે. માત્ર ફરક તેમના લૂક અને તેમના રોલનો છે.
ફિલ્મના પોસ્ટરથી એ વાતનો અંદાજો આવી જાય છે કે તે ફરી એકવાર બિંદાસ્ત ભૂમિકામાં નજરી પડશે. ‘પેટ્ટા’ના મોશન પોસ્ટરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમજ ઝડપથી તે વાયરલ થઈ રહ્યુ છે. કાર્તિક શુભરાજે આ ફિલ્મને ડાયરેક્શન કર્યુ છે.
આપને જણાવી દઈએ કે રજનીકાંતની આ 165મી ફિલ્મ છે. ફિલ્મને લઈને પ્રશંસકોમાં ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં રજનીકાંત સાથે તૃષા કૃષ્ણન નજરે પડશે. તેમજ અભિનેત્રી સિમરન પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત બોલીવુડ કલાકાર નવાજુદ્દીન સિદ્દકી પણ ફિલ્મમાં મહત્વના રોલમાં કરી રહ્યા છે. આ ફિલ્મથી નવાજુદ્દીન તમિલ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે.
