મુંબઈ
આયુષ્માન ખુરાના અને ફિલ્મ દંગલમાં બબીતા ફોગટની ભૂમિકાથી ના દિલોને જીતી લેનાર સાન્યા મલ્હોત્રાની આગામી ફિલ્મ ‘બધાઈ હો’ની રીલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ 19 ઓક્ટોબર 2018ના રોજ દશેરાના પ્રસંગે રીલીઝ કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, એવુ પ્રથમ વખત બની રહ્યુ છે જ્યારે આ બન્ને કલાકારની જોડી એકસાથે ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા 19 ઓક્ટોબરની ડેટ જંગલી પિક્ચર્સની બીજી એક ફિલ્મ જંગલી માટે બુક હતી, જેમાં અભિનેતા વિદ્યુત જામવાલ નજરે પડવાનો છે. જો કે ફિલ્મ જંગલી હવે 5 એપ્રિલ 2019ના રોજ રીલીઝ કરાશે.
માનવામાં આવી રહ્યુ છે કે, ફિલ્મ ‘બધાઈ હો’ એક એવા પરિવારની વાર્તા છે જે કેટલીક અપ્રત્યાશિત સમાચારથી ગ્રસ્ત છે. ફિલ્મમાં દર્શાવાયુ છે કે પરિવાર પર સમાચારની શું અસર પડે છે અને તે કઈ રીતે આ પરિસ્થિતિનો સામનો કરે છે.
