Not Set/ ફરી બનશે ‘રેસ’, થઇ શકે છે આ સ્ટાર્સનું મિલન

મુંબઈ સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડીસ, અનિલ કપુર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ રેસ-3 ભલે દર્શકો અને ફિલ્મ સમીક્ષકોને પસંદ ન પડી હોય પરંતુ રેસ-3ના નિર્માતા કુમાર તૌરાનીનુ કહેવુ છે કે તેમની આ ફિલ્મ હિટ હતી. જેથી હવે તે રેસ-4 બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. કુમાર તૌરાનીએ જણાવ્યુ કે, રેસ-4 પર કામ શરુ કરવામાં આવ્યુ છે. જોકે, તૌરાનીએ રેસ-4માં સલમાન […]

Uncategorized

મુંબઈ

સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડીસ, અનિલ કપુર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ રેસ-3 ભલે દર્શકો અને ફિલ્મ સમીક્ષકોને પસંદ ન પડી હોય પરંતુ રેસ-3ના નિર્માતા કુમાર તૌરાનીનુ કહેવુ છે કે તેમની આ ફિલ્મ હિટ હતી. જેથી હવે તે રેસ-4 બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે.

Related image

કુમાર તૌરાનીએ જણાવ્યુ કે, રેસ-4 પર કામ શરુ કરવામાં આવ્યુ છે. જોકે, તૌરાનીએ રેસ-4માં સલમાન હશે કે નહીં તે અંગે કોઈ નિવેદન આપ્યુ નથી.

Image result for Salman Khan, Jacqueline Fernandez, Anil Kapoor and Bobby Deol

તૌરાનીએ જણાવ્યુ કે, રેસ-3 અમારી પ્રોડક્શન હાઉસની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. જેથી એ સ્વભાવિક છે કે અમે અમારી સફળ ફ્રેન્ચાઈઝીના આગામી ભાગ પર કામ કરીશું. તૌરાનીએ જણાવ્યુ કે, અત્યારે અમે રેસ-4ની વાર્તા પર કામ કરી રહ્યા છીએ. આ વખતે અમે એક મજબુત અને સારી વાર્તા સાથે રેસ-4 બનાવવા માંગીએ છીએ.

Image result for Kumar Taurani race