મુંબઈ
આઈપીએલની પૂરું થયા પછી જો કોઈ શો માટે રાહ જોવામાં આવતી હોય તો તે છે ‘ખતરો કે ખિલાડી’ છે. જી હા રોહિત શેટ્ટી પોતાની આ નવી સિઝનની શરૂઆત જૂન મહિનાથી કરી રહ્યા છે અને દરેક વખતે જેમ આ વખતે પણ ટીવી ના ઘણા લોકપ્રિય નામ છે કે જે આ શો ભાગ લઇ રહ્યા છે આ ફેહરીસ્ટમાં તાજેતરમાં અનેક નામ સામેલ થયા છે.

આપને જણાવી દઈએ કે સૌથી વધુ આશ્ચર્યજનક નામ કોઈનું સામે આવ્યુ રહ્યું છે તો તે છે. સુપરસ્ટાર કોમેડિયન ભારતી સિંહનું સામે આવી રહ્યું છે આ સ્ટોરીમાં ટ્વિસ્ટ એ છે કે ભારતી આ શોમાં એકલી સ્ટંટ કરી નથી જોવા નહિ મળે પરંતુ તેનો પતિ હર્ષ લિંબાચિયા સાથે સ્ટંટ કરતા જોવા મળશે.

હાલમાં જ આ બંનેના નામ શો ‘ખતરો કે ખિલાડી’ માટે એપ્રોચ કરવામાં આવ્યા છે. એવી માહિતી મળી રહી છે કે આ શો માટે બંને નામ માટે હા કરી દેવામાં આવી છે.

હર્ષ લિંબાચિયા અને ભારતી સિંહ ‘નચ બલીએ’ પછી ફરી એકવાર રીયાલીટી શો ‘ખતરો કે ખિલાડી’માં સાથે જોવા મળી શકે છે.



